સુરતઃ યુવક સાથે પ્રેમલગ્ન કરી ઘરેથી ભાગી ગઈ યુવતી, પછી યુવતીના પરિવારે શું કર્યું? જાણો
સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં મૂળ સૌરાષ્ટ્રની યુવતી મુસ્લિમ યુવક સાથે પ્રેમલગ્ન કરી ભાગી જતાં સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. યુવતી ભાગી જતાં તેના પરિવારજનો ઉશ્કેરાઇ ગયા હતા અને તેમણે યુવકના સંબંધીનું અપહરી કરીને માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પછી મુસ્લિમ યુવકના પરિવારે પોલીસ કમિશ્નરનો સંપર્ક સાધ્યો હતો. આ પછી યુવક-યુવતી પણ કમિશ્નર સમક્ષ હાજર થયા હતા. આ પછી તેમને કતારગામ પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. ત્યારે બંનેએ લગ્ન કરી લીધા હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે બંને પક્ષે સમાધાનના પ્રયાસો ચાલતા હોવાનું જાણવા મળ્યું છે.
દરમિયાન ગઈ કાલે યુવતીના પરિવારજનો મુસ્લિમ યુવકના ઘરે પહોંચી ગયા હતા અને યુવકના સંબંધીનું અપહરણ કરીને તેને માર માર્યો હતો. તેમણે આ સંબંધીને કહ્યું હતું કે, તેમને ફક્ત તેમની દીકરી જોઇએ છે, જે લાવી આપો. અમે કોઈ કેસ નહીં કરીએ.
આ અંગેની વધુ વિગતો એવી છે કે, મૂળ સૌરાષ્ટ્રના અને કતારગામમાં રહેતી 25 વર્ષીય યુવતી અહીંના જ એક મુસ્લિમ યુવકના પ્રેમમાં પડી હતી. થોડા દિવસ પહેલાં તેઓ ઘરેથી ભાગી ગયા હતા. જેની જાણ થતાં યુવતીના પરિવારમાં હડકંપ મચી ગયો હતો. પરિવારે યુવતીને શોધવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
આ ઘટના પછી ગઈ કાલે મોડી સાંજે યુવક અને યુવતી પોલીસ કમિશ્નર કચેરીમાં હાજર થઈ ગયા હતા. આ પછી કતારગામ પોલીસે તેમનો કબ્જો મેળવીને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -