રણવીર-દીપિકાના રીસેપ્શનમાં ધોની આવ્યો આ સેલિબ્રિટી સાથે, ઓળખી પણ ના શકાય એ હદે બદલાઈ છે આ સેલિબ્રિટી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્લેક રંગના કૂર્તામાં જોવા મળેલા હની સિંહનું વજન એટલું બધુ થઇ ગયું છે કે તેને ઓળખવો મુશ્કેલ બન્યો છે. નોંધનીય છે કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે મુંબઇમાં રિસેપ્શન યોજ્યું હતું. જેમાં અનેક બોલિવૂડ હસ્તીઓ પહોંચી હતી.
હની સિંહ ઘણા સમયથી લાઇમલાઇટથી ગાયબ છે. એક રિપોર્ટ અનુસાર, હની સિંહ નશાની લતનો શિકાર બની ગયો હતો જેને કારણે તે કામમાં ધ્યાન આપી શકતો નથી. અનેકવાર તે ડિપ્રેશનમાં જતો રહ્યો હોવાની વાત પણ સામે આવી હતી. આ વચ્ચે તેણે એક કે બે વાર કમબેકનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ સફળતા મળી શકી નથી.
મુંબઇઃ કેટલાક સમય અગાઉ મ્યૂઝિકની દુનિયામાં સુપરસ્ટાર યો યો હની સિંહને તમામ યુવાઓ કોપી કરતા હતા. તેનો કૂલ લૂક યુવાઓમાં સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયો હતો. પરંતુ હવે તેને ઓળખવો ખૂબ મુશ્કેલ બની ગયો છે. શનિવારે લાંબા સમય બાદ હની સિંહ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના રિસેપ્શનમાં જોવા મળ્યો હતો. તેની હાલત જોઇને ખ્યાલ આવી રહ્યો છે કે હની સિંહ આ સમયે કેવા ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -