હોકી વિશ્વકપ 2018: બેલ્જિયમ સામે ભારતની આજે અગ્નિપરીક્ષા, જીતશે તો ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન પાક્કું
ભુવનેશ્વર: પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 5-0 થી હરાવીને હૉકી વિશ્વ કપની શાનદાર શરૂઆત કરનારી ભારતીય ટીમનો સામનો આજે બેલ્જિયમ સાથે થશે. ભારત માટે આ મુકાબલો પડકારજનક રહેશે. ભારત જીતશે તો ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન નક્કી છે. બન્ને ટીમોએ પોતાના વિશ્વ કપના અભિયાની શરૂઆત જીત સાથે કરી છે અને કલિંગા સ્ટેડિયમં પૂલ-સીની આ મેચમાં આ બન્ને ટીમો પ્રયાસ પોતાની વિજયરથને જાળવી રાખવાનો રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ડિફેન્સમાં હરમનપ્રીત સિંહ, ગુરિંદર સિંહ, વરુણ કુમાર, કોથાજીત સિંહએ મહત્વનો ભૂમિકા ભજવવી પડશે. કારણ કે બેલ્જિયમ ટીમની આગેવાની અનુભવી કેપ્ટન થૉમસ બ્રીલ્સ હેઠળ છે. તેની સાથે ફ્લોરેન્ટ વાન એયૂબેલ, ટોમ બૂન જેવા પ્લેયર્સ છે.
ભારત માટે આ મેચ આસાન નહીં રહે. વિશ્વ નંબર-3 બેલ્જિયમ ટીમનું પ્રદર્શન ભારત કરતા સારું છે. આ ટીમ પોતાના આક્રમક રમત માટે ઓળખાય છે. બેલ્જિયમે પ્રથમ મેચમાં કેનેડાને 2-1 થી માત આપી હતી.
પૂલ-સીમાં ભારત પ્રથમ અને બેલ્જિયમ બીજા સ્થાન પર છે. આ મેચમાં જીત બન્ને ટીમો માટે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની સંભાવનાઓને ખૂબજ પ્રબળ કરી દેશે. જ્યારે પરાજયથી અંતિમ-4નો ઇંતજાર પૂલની અંતિમ મેચ સુધી વધી જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -