Royal Reception: દીપિકા-રણવીરના લગ્નમાં અમિતાભ બચ્ચને કવરમાં કેટલા રૂપિયા આપ્યા? જાણીને ચોંકી જશો
બિગ બીએ ઉમેર્યું હતું કે, જયા બચ્ચન માને છે કે લોકો બુકે ફેંકી દે છે પણ મારું માનવું છે કે તે ભેટ સ્વરૂપે આપવું એક સારો દેખાડો છે. તેથી હું બુકે આપવાનું પસંદ કરું છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકોને મનમાં એવું થતું હશે કે ટોચના કલાકારો લગ્નમાં શુકન તરીકે અઢળક રૂપિયા આપતા હશે. પરંતુ ના એવું બિલકુલ નથી. નાના-મોટા દરેકનું સમ્માન જળવાઈ રહે તે માટે લગ્નમાં ફક્ત શુકનના કવરમાં રૂપિયા 101 જ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બિગ બીએ જણાવ્યું હતું કે, તે કોઈ લગ્નમાં શામેલ થવા જાય તો તેઓ કવરની સાથે બુકે આપવાનું પસંદ કરે છે પણ જયા બચ્ચનને બુકે ગિફ્ટમાં આપવું પસંદ નથી.
મુંબઈ: ‘કૌન બનેગા કરોડપતિ’ની 10મી સિઝન પૂર્ણ થઈ ગઈ છે પણ આ સિઝનનાં ગ્રાન્ડ ફિનાલેમાં અમિતાભ બચ્ચને એક ખાસ રહસ્યની વાત કરી હતી. આ મુજબ બિગ બીએ બોલિવૂડ સેલિબ્રિટીઝનાં લગ્નમાં કેટલો ચાંદલો કરતો તે વાત કપિલ શર્મા સાથે શેર કરી હતી.
ત્યારે ફિલ્મ ફર્ટિનિટીએ નક્કી કર્યું હતું કે, તેઓ તમામ શુકનનાં 101નો ચાંદલો કરશે. તેથી મોટાથી લઈને નાના કલાકારો એક સમાન ચાંદલો કરે છે અને આ એકરૂપતા જળવાઈ રહે તો કોઈને લગ્નમાં શામેલ થવામાં ખચકાટ પણ થતો નથી.
બિગ બીએ જણાવ્યું હતું કે, બોલિવૂડનાં લગ્નમાં આવતાં મહેમાનોને હમેશાં દુવિધા રહેતી કે તેઓ કવરમાં કેટલાંનો ચાંદલો કરવો. કેટલાં પૈસા મુકે તેમાં પણ જો કોઈ જૂનિયર આર્ટિસ્ક કે મેકઅપ મેન તેનાં સીનિયર આર્ટિસ્ટ કે નિર્માતાનાં લગ્નમાં જાય તો તેને સંકોચ થતો હોય છે કે તે કવરમાં કેટલા પૈસા મુકવા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -