સલમાન સાથે 1 મિનિટના પ્રોમોમાં જોવા મળેલી મોડલની ખુલી કિસ્મત, મળ્યો મોટો બ્રેક, જાણો વિગત
યોગિતાને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે હું ખૂબ ખુશ છું. હું જલ્દી શૂટિંગની તૈયારી કરી રહી છું. લોકોને મારું કામ પસંદ આવશે તેવી આશા છે.
જેનું તાજુ ઉદાહરણ યોગિતા બિહાની છે. થોડા મહિના પહેલા લોકો તેનું નામ સુદ્ધાં નહોતા જાણતા, પરંતુ સલમાનનનું લકી ફેક્ટર તેના માટે સફળતા લઈને આવ્યું છે. સલમાનના ટીવી શો દસ કા દમના પ્રોમોમાં એક મિનિટ સુધી સ્ક્રીન શેર કર્યા બાદ યોગિતાનું નસીબ ચમક્યું છે.
યોગિતાને એકતા કપૂરે નવા શો માટે સાઇન કરી છે. આ ટીવી શોનું નામ દિલ હી તો હે છે. રિપોર્ટ મુજબ પ્રોમોમાં યોગિતાનો આત્મ વિશ્વાસ અને સ્ક્રીન પ્રેઝેન્ટેશન જોઈ એકટા ટીમ ઘણી પ્રભાવિત થઈ હતી. આ કારણે તેની પસંદગી કરવામાં આવી છે.
મુંબઈઃ સલમાન ખાનને ઈન્ડસ્ટ્રીનો ગોડફાધર કહેવામાં આવે છે. કેટરીના, સોનાક્ષીથી લઇ અનેક સ્ટાર્સની તેણે કિસ્મત બનાવી છે. આજના સમયમાં સલમાન સાથે સ્ક્રીન પર નજરે પડવું કોઈ પણ સ્ટાર માટે ફાયદાકારક સાબિત થતું હોવાનું માનવામાં આવે છે.