આખી દુનિયામાં લોકો ચાના દિવાના છે, તમે ઘણા એવા ચા પ્રેમીઓને જોયા જ હશે જેઓ ત્રણેય ઋતુમાં જ્યારે જુઓ ત્યારે ચા પીતા હશે. ચાના પ્રેમીઓ ક્યારેક ચાના એક કપ માટે ઘણા દૂર સુધી જાય છે અને તેમની ચાની 'તરસ' મિટાવતા હોય છે. આ દુનિયામાં ચાની પણ ઘણી જાતો છે. મસાલાની ચા, આદુની ચા, ઈલાઈચીની ચા, ચોકલેટની ચા જેવી અનેક પ્રકારની ચા મળતી હોય છે. પરંતુ શું તમે 24 કેરેટ સોનાની ચા જોઈ છે? જાણીને નવાઈ લાગશે કે આ 24 કેરેટ સોનાની ચા ખૂબ જ પ્રખ્યાત છે. પણ આ ચા ભારતમાં નહિ પણ વિદેશમાં મળે છે.


નિયાની સૌથી ઉંચી ઈમારતમાં મળે છે આ ચાઃ
દુબઈમાં આવેલી દુનિયાની સૌથી ઉંચી ઈમારત બુર્ઝ ખલીફામાં આ 24 કેરેટ સોનાની ચા મળે છે. આ ચાની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. જો આ સોનાની ચાની કિંમતની વાત કરીએ તો તે લગભગ 160 દિરહામ એટલે કે લગભગ 3300 રૂપિયા જણાવવામાં આવી રહી છે. તો ચાલો આજે સમજીએ કે આ ગોલ્ડ ટી કેવી રીતે બને છે અને કેવી રીતે આ ચા હાલ હેડલાઇન્સ બનાવી છે.  બુર્ઝ ખલીફામાં આવેલી આ રેસ્ટોરન્ટ પોતાને વિશ્વની સૌથી વધુ ચાલતી રેસ્ટોરન્ટ હોવાનો દાવો કરે છે. અહીં ચાની સાથે ભોજન પણ ખૂબ મોંધું મળે છે.


સોનાનો વરખઃ
24 કેરેટ સોના વાળી આ ચાની બનાવટમાં મુખ્ય વાત અને તેની ખાસિયત છે ચાના કપની ટોચ પર સોનાની પ્લેટ. આ સોનેરી ચાની કિંમત તેના ચાહકોને આશ્ચર્યચકિત કરે છે. પરંતુ આ ચાની ખૂબ માંગ છે. જે લોકો દુબઈ ફરવા જાય છે તેઓ આ ચા ચોક્કસ પીવે છે. ઘણા સેલેબ્સ આ ચાના ફોટો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. હાલમાં જ અભિનેત્રી સના ખાને 24 કેરેટ સોનાની ચા પીવાની વાત શેર કરી છે જે આ દિવસોમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.