યુવરાજ સિંહ અને હેઝલના લગ્ન જીવનમાં ભંગાણ ? જાણો વિગતે
નવી દિલ્હીઃ ક્રિકેટર યુવરાજ સિંહ અને તેની પત્ની હેઝલ કીચ વચ્ચે અણબનાવ હોવાની વાત સામે આવી છે. એક અહેવાલમાં જણાવ્યું છે કે બંનેના લગ્નજીવનમાં બધું બરાબર નથી ચાલી રહ્યું.
જે બાદ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ બાદ ન્યૂલી વેડ કપલ યુવરાજ સિંહ અને હેઝલ કીચે દિલ્હીમાં પાર્ટી આપી હતી. જેમાં બોલીવુડ઼ અને ક્રિકેટની જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી.
બે વર્ષની લાંબી રિલેશનશિપ બાદ સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહે એક્ટ્રેસ હેઝલ કિચ સાથે 30 નવેમ્બર, 2016ના રોજ લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન પંજાબી રીતરિવાજ પ્રમાણે ચંદીગઢ નજીકના ફતેહગઢ સાહિબમાં થયા હતા.
હેઝલે લગ્નના અણબનાવની ખબરોનું ખંડન કરવા માટે જ ફેમિલી સાથે તસવીરો પોસ્ટ કરી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
. આ ફેમિલી આઉટિંગની તસવીર પોસ્ટ કરીને તેના કેપ્શનમાં લખ્યું છે કે ફેમિલી સાથે વીતાવેલી સૌથી ખાસ, ખુશહાલ અને શ્રેષ્ઠ પળ.
હેઝલ એક્ટ્રેસ છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અણબનાવની અહેવાલ પર સ્પષ્ટતા કરવાની કોશિશ કરી છે. હેઝલે તેની લેટેસ્ટ ઇન્સ્ટા સ્ટોરીમાં યુવરાજ અને તેના સમગ્ર પરિવાર સાથે લોંગ ડ્રાઇવર પર નજરે પડી રહી છે.