જાણો કોણ છે આ વ્યક્તિ જેને સલમાન ખાન બોલિવૂડમાં કરશે લોન્ચ
હવે જોવુ રહ્યું કે સલમાન ઝહીરને લઇને શું ઘોષણા કરે છે. સલમાન હાલ આ સમયે પોતાની ફિલ્મ રેસ-3માં વ્યસ્ત છે. તાજેતરમાં જ ફિલ્મના ત્રીજા સૉન્ગનું ટીઝર લૉન્ચ કર્યુ છે.
સલમાન ઘણાં સમયથી ઝહીરને લૉન્ચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં જ તેવા અહેવાલ મળ્યા હતાં કે સલમાન ઝહીરને લઇને એક ફિલ્મ બનાવી રહ્યા છે જેને તે કૉ-પ્રોડ્યૂસ કરશે.
સલમાને ટ્વિટર પર એક તસવીર શેર કરી છે જેમાં તેમની સાથે એક બાળક જોવા મળી રહ્યો છે. તેમણે તસવીર શેર કરતા લખ્યું છે કે ‘કાલે જોઇશું કે આજે આ છોકરો કેવો દેખાય છે. ‘ હકીકતમાં આ શખ્સ ઝહીર ઇકબાલ છે જેને સલમાન ઘણાં લાંબા સમયથી લૉન્ચ કરવા ઇચ્છે છે.
મુંબઈઃ સલમાન ખાનની નજર હંમેશા નવા ટેલેન્ટ પર લાગેલી હોય છે. હવે સલમાન ખાન વધુ એક ફ્રેશ ટેલેન્ટને બોલિવૂડમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ ફ્રેશ ટેલેન્ટનું નામ છે ઝહીર ઇકબાલ જે બોલિવૂડના બ્રેકગ્રાઉન્ડમાંથી નથી આવતા. ઝહીરના પિતા અને સલમાન ખાન એક બીજાને ઘણાં સમયથી ઓળખે છે.