ઝાયરા વસીમ છેડતી કેસઃ આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે, પત્નીએ અભિનેત્રી પર ઉઠાવ્યા સવાલ
ઘટનાની જાણ થતાં જ ફોગાટ સિસ્ટર્સ ઝાયરાના સમર્થનમાં આગળ આવી હતી. ગીતા ફોગાટએ ઘટના બાદ કહ્યું કે, ‘ઝાયરાની સાથે જે થયું, તે બહુ શરમજનક છે. જો હું તેની જગ્યાએ હોત તો, તેને રડવું પડ્યું હોત, જેણે આવી હરકત કરી છે. જ્યારે બબીતા ફોગાટએ કહ્યું કે, ‘છોકરીઓ મજબૂત બને. આવી હરકત કરનારાઓને લાફો મારો. ફરી આવી હરકત કરશે નહીં. ઝાયરા રિયલ લાઇફમાં પણ મજબૂત બને.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઝાયરા વસીમનો જન્મ 23 ઓક્ટોબર, 2000નાં રોજ જમ્મુ કાશ્મીરમાં થયો છે. તે ટાટા સ્કાય, નોકિયા, લુમિયા સહિત અનેક જાહેરાતોમાં નજરે પડી છે. આમીર ખાનની ફિલ્મ ‘દંગલ’થી લોકપ્રિયતા મેળવ્યાં બાદ તે ‘સીક્રેટ સુપરસ્ટાર’માં પણ નજરે પડી હતી. આ ફિલ્મ ઓગસ્ટ માસમાં રિલીઝ થઈ હતી. 16 વર્ષની ઝાયરાએ વર્ષ 2017માં 10મા ધોરણની પરીક્ષામાં 92% માર્કસ મેળવ્યાં છે.
રાષ્ટ્રીય મહિલા આયોગે પણ ઝાયરા સાથે થયેલી ઘટના અંગે નોંધ લીધી છે. ચેરપર્સન રેખા શર્માએ કહ્યું કે, “મેં હાલ ઈન્સ્ટાગ્રામ પરનો વીડિયો જોયો, હું ઘણી જ દુ:ખી છું. આ ઘણી જ ડરામણી ઘટના છે, જે બાદ ક્રુ મેમ્બર્સે પણ ઝાયરાની કોઈ જ મદદ ન કરી. વિસ્તારા એવો દાવો કરે છે કે આવા મામલાઓમાં તેમની ઝીરો ટોલરન્સ પોલિસી છે. આ ઘણું જ ચોંકાવનારૂ છે. ફ્લાઈટમાં મહિલા પેસેન્જરની સાથે છેડતી થઈ હોવા છતાં ક્રુ સંવેદનહીન છે. હું આ મામલામાં સ્યૂ મોટો લઈને એરલાઇન્સે નોટિસ આપી રહી છું. વિસ્તારા વિરૂદ્ધ કાર્યવાહી માટે તેની કોપી મહારાષ્ટ્રના ડીજીપીને પણ મોકલી રહી છું. રેખા શર્માએ વધુમાં કહ્યું કે, “વિસ્તારાને કહેવા માગુ છું કે જો કોઈ મહિલા પેસેન્જર્સની સેફ્ટીને લઈને ઝીરો ટોલરન્સ પોલિસી છે તો અત્યારસુધી છેડતી કરનારા પેસેન્જર્સનું નામ કેમ જણાવવામાં નથી આવ્યું? ઝાયરાને તમામ પ્રકારની મદદનો વિશ્વાસ અપાવું છું.”
અભિનેત્રી ઝાયરા વસીમ સાથે વિમાનમાં છેડતીની ઘટના શુક્રવારે બની હતી, જેની ગંભીર નોંધ મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગે લીધી છે. આયોગનાં અધ્યક્ષા વિજયા રહાટકરે ડીજીસીએને આ અંગે તપાસ કરીને યોગ્ય પગલાં લેવા માટે જણાવ્યું છે. એરલાઈનસે આ બાબતે શું કાર્યવાહી કરી તેની તપાસ કરાશે. આ જ રીતે કેબિન ક્રુએ ઝાયરાને સહયોગ આપ્યો હતો કે નહીં તે બાબતે પણ તપાસ થવી જોઈએ. સહપ્રવાસીઓએ મદદ નહીં કરી તે ખેદજનક છે.
ન્યૂઝ એજન્સી મુજબ, વિસ્તારાએ કહ્યું છે કે “અમે ઝાયરા સાથે થયેલી ઘટનાની તપાસ કરીશું. મામલાની કાર્યવાહી માટે ઝાયરાને પૂરો સપોર્ટ પણ આપીશું. આવા મામલાઓમાં અમારી ઝીરો ટોલરન્સ પોલિસી છે. વિસ્તારાના સૂત્રોએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, “ઝાયરા ફ્લાઈટમાં માત્ર કો-પેસેન્જર્સ પર બૂમો પાડી હતી. ત્યારે તેને કોઈ જ ફરિયાદ કરી ન હતી. ઉડ્ડયન સમયે પણ તમામ ક્રુ સીટ પર જ હાજર હતા. લેન્ડિંગ પછી ક્રુએ ઝાયરા અને તેમની માતાને કહ્યું કે તેઓ ઈચ્છે તો ફરિયાદ દાખલ કરાવી શકે છે, પરંતુ તેઓએ ઈન્કાર કરી દીધો.”
અભિનેત્રી ઝાયરા વસીમનું કહેવું છે કે ઘટના બાદ વિમાનના ક્રૂ મેમ્બર્સે અભિનેત્રીની મદદ કરી નથી. ફ્લાઇટ લેન્ડિંગ થયા બાદ અભિનેત્રીએ સમગ્ર ઘટના અંગેનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. જે બાદ એરલાઇન્સ પર લોકોએ સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો.
મુંબઈઃ દંગલ ગર્લ ઝાયરા વસીમ છેડતી કેસમાં આરોપી વિકાસ સચદેવા નામના યુવકની મુંબઈ પોલીસે રવિવારે મોડી રાતે ધરપકડ કરી છે. પોલીસ આજે તેને કોર્ટમાં રજૂ કરશે. જોકે, આરોપીની પત્નીએ તેના પતિનો બચાવ કરતા અભિનેત્રી ઝાયરા વસીમ પર જ છેડતીનો આરોપ લગાવ્યો છે. 9 ડિસેમ્બરની રાતે વિસ્તારા એરલાઇન્સની ફ્લાઇટ નંબર UK981 દિલ્હીથી 9.20 કલાકે રવાના થઇ અને 11.35 કલાકે મુંબઈ પહોંચી હતી. યાત્રા દરમિયાન વિકાસ સચદેવાએ અભિનેત્રી ઝાયરા વસીમની છેડતી કરી અને તેને ખોટી રીતે સ્પર્શ કરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -