પાટણ: લણવામાં હાર્દિકે જંગી સભામાં કહ્યું 89 બેઠકોમાંથી 60 ભાજપ હારી ગઈ, બાકીની તમારે હરાવવાની છે
પાટણ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. આગામી 14 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે. પાટીદાર નેતા હાર્દિક પટેલ પાટીદારોને આકર્ષવા માટે ઉત્તર ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે. લણવામાં હાર્દિકે સભાને સંબોધતા કહ્યું, 89 સીટમાંથી ભાજપ 60 સીટ હારી ગયું છે જ્યારે બાકીની સીટ હવે તમારે હરાવવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટીદાર અનામત આંદોલન સમિતિ દ્ધારા પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામે મહાક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ખૂબ જ મોટી સંખ્યમાં લોકો ઉમટી પડ્યા હતા. હાર્કિદ પટેલે કહ્યું ભાજપ સરકારને પાડી નથી દેવાની જમીનમાં અઢી ફૂટ ગાડી દેવાની છે. દરેક સમાજના લોકો નાત જાત ભૂલીને ભાજપ ને હરાવી દેવાની તૈયારી કરી દેવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં લાખો લોકોએ મારૂ સ્વાગત કરે છે. કાલે અમદાવાદમાં ફરી જી.એમ.ડી.સી ગ્રાઉન્ડનું સર્જન થશે.
મારા એક મિત્રની જેમ કહુ તો મહેસાણા કે સાથ મેરા પુરાના નાતા હે, કહી ને વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા હતા. અનામતની લડાઇ માત્ર 18 તારીખ પુરતી નથી જ્યા સુધી અનામત નહી મલે ત્યા સુધી આ આંદોલન પૂર્ણ નહી થાય. સાહેબની સભામાં ખુરશીઓ ખાલી રહી હતી. ભાજપની ઉત્તરમાં છેલ્લી ચાર સભાઓ ફ્લોપ ગઇ છે. જેનાથી મારી ચિંતા દૂર થઇ છે. પાટીદારોની ખુમારી દેખાવાની છે
આ સભામાં મહેસાણા, પાટણના આસપાસના ગામોમાંથી હજારોની સંખ્યામાં પાટીદાર યુવાનો જોડાય હતા.મહેસાણાથી બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્ધારા પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામે આયોજન કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -