પાક ક્રિકેટર સાથે સંબંધ હોવાના અહેવાલ પર ગુસ્સે થઈ આ એક્ટ્રેસ, જાણો શું કહ્યું...
નોંધનીય છે કે તાજેતરમાં જ શારજાહમાં રમાયેલા ટી-10 ટૂર્નામેન્ટમાં ઝરીન ખાન પણ જોવા મળી હતી. આ ટૂર્નામેન્ટમાં શાહિદ આફ્રિદી જે ટીમનો કેપ્ટન હતો તે જ ટીમની ઝરીન બ્રાન્ડ એમ્બેસેડર પણ હતી. આ દરમિયાન તે પોતાની ટીમને ચિયરઅપ કરતી પણ જોવા મળી હતી. સ્ટેડિયમમાં આફ્રિદીની રમત પર જ્યારે પણ સિક્સર લાગતી ત્યારે તેની ખુશી કેમેરામાં કેદ થઇ હતી. આ પછી જ બન્નેના અફેયરની ચર્ચા થવા લાગી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઝરીને થોડા દિવસ પહેલા જ આફ્રિદી અને તેના દિકરા સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો. જેથી સોશિયલ મીડિયામાં બન્ને વચ્ચે અફેયરની ચર્ચા થઇ હતી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ઝરીન ખાનનું નામ પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂકેલા શાહિદ આફ્રિદી સાથે જોડાઇ રહ્યું છે. જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા છે. ઝરીન ખાન આ જ ગોસિપ પર ગુસ્સે થઇ હતી. ઝરીન ખાને ટ્વિટ કરીને લખ્યું કે મને સોશિયલ મીડિયામાં એવી અનેક પોસ્ટ જોવા મળી છે. જેમાં શાહિદ આફ્રિદી સાથે મારૂ નામ જોડવામાં આવી રહ્યું છે. હું તમને જણાવવા ઇચ્છું છું કે શાહિદ સંપૂર્ણપણે એક ફેમિલી મેન છે અને સજ્જન વ્યક્તિ છે. હું લોકોને વિનંતી કરવા ઇચ્છું છું કે તેઓ આવી પોસ્ટ પર ધ્યાન ના આપે. આવી પોસ્ટ કરનારને ઝરીન ખાને કહ્યું છે કે તેમને શરમ આવવી જોઇએ.
નવી દિલ્હીઃ હાલમાં એક્ટ્રેસ ઝરીન ખાનનું પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રીદીની સાથે અફેર હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલમાં જ તેના પર ઝરીન ખાને પ્રતિક્રિયા આપી છે. ઝરીન ખાને આ વાતને ખૂબ જ શરમજનક ગણાવી છે. ઝરીન ખાને ટ્વીટ કરતાં લખ્યું કે, મેં સોશિયલ મીડિયામાં અનેક એવી પોસ્ટ જોઈ જેમાં શાહિદ આફ્રીદી સાથે મારું નામ જોડવામાં આવી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -