મુંબઈ: બોલીવુડમાં ફિલ્મ ‘વીર’થી ડેબ્યૂ કરનાર ખુબસુરત અભિનેત્રી ઝરીન ખાન ગમે તેમ કરીને ચર્ચામાં રહે છે. આ અભિનેત્રી સાથે સલમાનનું ખાસ કનેક્શન રહેલું છે. સલમાન સાથે જ તેની ડેબ્યુ ફિલ્મ હતી અને આપણે સૌ ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે સલમાન તેની કો સ્ટારને ખુબ જ મદદ કરે છે.
પોતાની પહેલી જ ફિલ્મ હોવાથી સ્વાભાવિક છે ઝરીન ખાન થોડી ડરતી હતી તો સલમાને તેને એ સમયે ખુબ જ મદદ કરી હતી. પોતાના આ અનુભવને વર્ણવતા ઝરીને કહ્યું હતું કે, હવે ટુંક સમયમાં હું ઠરીઠામ થઈ જવાની છું અને મારા મન ગમતા સાથી સાથે હું લગ્ન કરવા જઈ રહી છું. ઝરીનને પુછવામાં આવ્યું કે, તારા રીયલ લાઈફનો હીરો કોણ હશે તો ઝરીને શરમાતા કહ્યું હતું કે, સલમાન જ હોયને.
જોકે થોડી વાર બાદ ઝરીને જ સ્પષ્ટ કર્યું કે મજાક કરી રહું છું. વાસ્તવમાં મારો હમણાં લગ્નનો કોઈ ઈરાદો જ નથી. પણ હાં તેને ખુબજ મજા આવશે તેની આ વાત આગની જેમ ફેલાઈ જાય આથી તે આ વાત મસ્તી મસ્તીમાં પણ સાચી થાય તેવું ઈચ્છે છે.
ઝરીન ખાને સલમાન ખાનની ફિલ્મ ‘વીર’ સાથે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ ઝરીને કેટલીક સુપરહિટ ફિલ્મો આપી હતી. ઝરીનને જ્યારે પુછવામાં આવ્યું કે, તે કોઈ અફવા ફેલાવા માંગે તો કઈ હશે તો તેણે હસતા હસતા કહ્યું કે તેના અને સલમાનના લગ્ન થઈ રહ્યા છે. ઝરીને કહ્યું કે તેને સલમાન સિવાય કરણ સિંહ ગ્રોવર અને ગૌતમ રોડે જેવા હેન્ડસમ યુવકો ગમે છે. તે ઈચ્છે છે કે તેનું નામ જોડાય તો કોઈ હેન્ડસમ યુવક સાથે જોડાય.
અભિનેત્રી ઝરીન ખાન આ અભિનેતા સાથે ફરશે લગ્નના સાત ફેરા? નામ જાણીને ચોંકી જશો
abpasmita.in
Updated at:
18 Aug 2019 10:01 AM (IST)
તારા રીયલ લાઈફનો હીરો કોણ હશે તો ઝરીને શરમાતા કહ્યું હતું કે, સલમાન જ હોયને. જોકે થોડી વાર બાદ ઝરીને જ સ્પષ્ટ કર્યું કે મજાક કરી રહું છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -