આ એક્ટરની વાઇફે 'જિંદગી એક મહેક' ફેમ અભિનેત્રીને મારી દીધી થપ્પડ, જાણો શું હતું કારણ
કરણે પણ આ વાતનું ખંડન કર્યું કે, તેને કહ્યું કે, મને સમજાતું નથી કે આ રીતની વાહિયાત વાતો ફેલાવવાનો સમય કોની પાસે છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તેમને સારા વિચારો આપે.
આ વિશે જ્યારે સમીક્ષાને પુછવામાં આવ્યું તો તેને એવી કોઇપણ ઘટનાનું ખંડન કર્યું, સમીક્ષાએ આના પર કહ્યું કે, હું આ વાત પર માત્ર હસી જ શકું છું. સેટ પર કેટલાક લોકો એવા છે જેનું કોઇ વિશેષ નામ નથી અને તે મારી સફળતાથી જલે છે. આ કારણે તે બધા મારી ઇજ્જત કાઢવા માટે પગલા ભરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, સમીક્ષાએ ખુલ્લેઆમ કરણને પોતાની પસંદ ગણાવ્યો હતો, તે જાણે છે કે કરણ મેરિડ છે છતાં. તે કોઇ બીજી છોકરી સાથે સંબંધ બનાવવાથી દુર રહે છે. સમીક્ષાએ ખુલાસો કર્યો હતો કે તેને કરણ પર ક્રશ છે. આ વાતથી કરણની પત્ની બેલા અત્યારે દુઃખી છે.
એક વેબસાઇટ અનુસાર, સેટ પર કરણની પત્ની વેલા વોરા પણ હાજર હતી. તેને સમીક્ષાનું કરણની નજીક આવવું સારુ ના લાગ્યું અને તેને સમીક્ષાને સેટ પર જ થપ્પડ મારી દીધી. ત્યારબાદ સમીક્ષાએ થપ્પડ પર કોઇ આક્રમક પ્રતિક્રિયા ના આપી અને ચુપચાપ ત્યાંથી ચાલી ગઇ હતી.
નવી દિલ્હીઃ ઝીટીવીનો ફેમસ શૉ 'જિંદગી એક મહેક'માં કામ કરનારા કરણ બોહરા અને સમીક્ષા જાયસવાલની વચ્ચે સેટ પર નજદીકીયા વધવાના સમાચાર છે. સાથે એ પણ ચર્ચા છે કે, આનાથી કરણની પત્ની ગુસ્સેમાં છે અને તેની સમીક્ષા સાથે લડાઇ પણ થઇ ગઇ છે.