1-2 નહીં પણ પૂરા 3.5 કરોડ રૂપિયાનું છે આ ટીવી, જુઓ Pics
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Sep 2018 12:30 PM (IST)
1
સેમસંગના એલઇડી ફોર હોમ યૂઝર્સને શાનદાર વ્યૂઇંગ અનુભવ આપે છે. આ કન્ઝ્યુમર્સ માટે લિવિંગ એરિયાને હોમ સિનેમામાં બદલવા માટે ડિઝાઇન કરી છે.
2
સેમસંગનો દાવો છે કે ઇલેક્ટ્રો-સ્ટેટિક ડિસ્ચાર્જ (ESD) સર્ટિફાઇડActive LEDનું પરફોર્મન્સ ખુબ જ શાનદાર છે અને તેનુ લાઇફ સ્પેન 1,00,000થી વધારે છે.
3
આ રેન્જને એ કાર્યકારી વ્યાવસાયિકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ સુપર પ્રીમિયમ સ્ક્રીન્સ પર એક મહાન સિનેમેટિક અનુભવ ઇચ્છે છે.
4
કંપનીએ આ સીરીઝની ટીવીની સાઈઝ 110 ઇંચ (ફુડ એચડી), 130 ઇંચ (ફુલ એચડી), 220 ઇંચ (ફુલ એચડી) અને 260 ઇંચ (ફુલ એચડી) રાખી છે.
5
નવી દિલ્હીઃ ભારતમાં સેમસંગ ઇન્ડિયાએ LED for Home રેન્જ રજૂ કરી છે. આ નવી હોમ સ્ક્રીન રેન્જની કિંમત 1 કરોડથી લઈને 3.5 કરોડ રૂપિયા સુધી છે. આ ટેલિવિઝન શ્રેણીનું નામ Active LED પણ છે.