જિઓને ટક્કર આપવા માટે એરટેલ આપી રહ્યું છે 120GB ફ્રી 4G ડેટા
કંપનીએ કહ્યું કે, એરટેલ ઇન્ફિનિટી પોસ્ટપેઈડ પ્લાનની સાથે આઈફોન 7 અને આઈફોન 7 પ્લસના યૂઝરને દર મહિને 10 જીબી 3G/4G ડેટા ફ્રીમાં વાપરશી શકશે તે પણ પૂરા એક વર્ષ સુધી.
આ રીતે યૂઝરને 120 જીબી સુધી ફ્રી ડેટા મળશે. એક નિવેદનમાં ભારતી એરટેલના અધિકારી અજય પુરીએ જણાવ્યું કે, અમે અમારા યૂઝરો માટે આ રોમાંચક ડેટા પ્લાન લાવીને ખુશ છીએ. તેનાથી અદ્ભુત આઈફોન 7 અને આઈફોન 7 પ્લસને વધારી સારી રીતે માણી શકશે.
એરટેલના ઇન્ફિનિટી પોસ્પપેઈડ પ્લાન અનલિમિટેડ વોયસ કોલ-લોકલ, એસટીડીની નેશનલ રોમિંગ પર સુવિધા આપે છે. તેની સાથે જ 3G/4G ડેટા, એસએમએસ અને ફ્રી સબ્સક્રીપ્શનની સાથે વિન્ક મ્યૂઝિક અને ફિલ્મની સુવિધા પણ છે.
આ પહેલા જિઓએ પણ તમામ આઈફોન માટે સ્પેશિયલ પ્લાનની જાહેરાત કરી છે. જેમાં તે નવા આઈફોન પર પોતાની તમામ સેવા લગભગ 12 મહિના સુધી ફ્રી આપશે.
ભારતી એરટેલે શુક્રવારે રિટેલ અને ઓનલાન આઈફોન 7 અને આઈફોન 7 પ્લસ માટે ઓફર રજૂ કરી છે.