હવે મળશે 300Mbpsની ઇન્ટરનેટ સ્પીડ, એરટેલે લૉન્ચ કર્યો આ નવો પ્લાન
એરટેલે અત્યારે હૉમ બ્રૉડબેન્ડ અને ફિક્સ્ડ લાઇન સર્વિસ દેશના 89 શહેરોમાં આપે છે અને દાવો છે કે બીજા નંબરનો ફિક્સ્ડ લાઇન બ્રૉડબેન્ડ સર્વિસ પ્રૉવાઇડર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએરટેલ અનુસાર, ડેટા રૉલ ઓવર પ્લાનની પણ શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત મહિનાની અંદર ચોક્કસ ડેટા પુરો ના કર્યો તો તે ડેટા આગામી મહિનામાં જોડાઇ જશે. આ ઉપરાંત કંપની myHome રિવોર્ડ અંતર્ગત યૂઝર્સનો ફ્રી ડેટા પણ આપવાનો દાવો કરે છે.
આ પ્લાનને લેવાથી એરટેલની એપ્સની સબ્સક્રિપ્શન પણ ફ્રી મળશે. આમાં વિંક મ્યૂઝિક અને એરટેલ ટીવી એપ છે. કંપની અનુસાર, વિંક મ્યૂઝિકમાં 3 મિલિયન ગીતો છે, જ્યારે એરટેલ ટીવીમાં 350થી વધુ લાઇવ ચેનલ્સ છે અને આમાં 10 હજારથી વધુ ફિલ્મો અને શૉ છે
ભારતી એરટેલ હૉમ્સના સીઇઓ જ્યૉર્જ મેથેને આને લૉન્ચ દરમિયાન કહ્યું કે, ‘V Fiber હૉમ બ્રૉડબેન્ડની સફળતાને જોતા અમે FTTH આધારિત હાઇ સ્પીડ પ્લાન લૉન્ચ કરી રહ્યાં છીએ, એવા લોકો માટે જે હાઇ સ્પીડ ડેટા ઇચ્છે છે. આગામી સમયમાં અમે FTTH નો વિસ્તાર કરીશું અને અમારા કસ્ટમર્સને હૉમ બ્રૉડબેન્ડ પ્લાન્સમાં અલગ અલગ પ્રાઇસ પૉઇન્ટ પર વધુ ચૉઇસ આપશે.’
નવી દિલ્હીઃ ટેલિકૉમ કંપની એરટેલે સુપર ફાસ્ટ હૉમ બ્રૉડબેન્ડ પ્લાનની શરૂઆત કરી દીધી છે. કંપનીએ આને એવા યૂઝર્સને ટાર્ગેટ કરવા લૉન્ચ કર્યો છે જે હાઇસ્પીડ ઇન્ટરનેટ માંગે છે. એરટેલ કહ્યું કે, આ નવા પ્લાન અંતર્ગત કસ્ટમર્સને 300Mbps સુધીની સ્પીડ મળશે.
ઉલ્લેખનીય છે કે, આ પ્લાન ફાઇબર ટુ ધ હૉમ (FTTH) પર આધારિત છે અને આ માટે કસ્ટમર્સને દર મહિને ભાડાના રૂપમાં 2,199 રૂપિયા આપવા પડશે. આ અંતર્ગત 1200GB અલ્ટ્રા હાઇસ્પીડ ડેટા આપવામાં આવશે, જેમાં અનલિમિટેડ લૉકલ અને નેશનલ કૉલિંગ પણ સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -