Airtelના આ યૂઝર્સને મળી રહ્યો છે 30GB 4G ડેટા, જાણો શું છે પ્રોસેસ?
બીટા પ્રોગ્રામ અંતર્ગત તેમાં ભાગ લેનાર યૂઝર્સ પાસેથી એરટેલ VoLTE સર્વિસને લઈને રિવ્યૂ લેશે. જણાવીએ કે બીટા પ્રોગ્રામ કોઈ સર્વિસને ફાઈનલ રીતે લોન્ચ કરતાં પહેલા ચલાવવામાં આવે છે, જેથી એ જાણી શકાય કે તે યોગ્ય રીતે કામ કરે છે કે નહીં.
આ પ્રક્રિયા પૂરી થતા જ 10 જીબી ડેટા તરત જ યૂઝરને મળશે. ત્યાર બાદ યૂઝરને volte સર્વિસને લઈને ફીડબેક આપવાની રેહશે. ત્યાર બાદ 4 સપ્તાહ બાદ 10 જીબી ડેટા અને 8 સપ્તાહ બાદ વધારાનો 10 જીબી ડેટા આપવામાં આવશે. આ રીતે યૂઝર કુલ 30 જીબી ડેટા મેળવી શકશે.
નવી દિલ્હીઃ એરટેલે પોતાના VoLTE બીટા પ્રોગ્રામ દિલ્હી-રાજસ્થાન સર્કલમાં શરૂ કર્યા છે. કંપની VoLTE સર્કલને ઝડપથી વધારી રહી છે. આ પ્રોગ્રામમાં ભાગ લેનાર યૂઝર્સ માટે એરટેલે કેટલીક સ્પેશિયલ ઓફર્સ રજૂ કરી છે. તેમાં યૂઝરને 30 જીબી સુધીનો ડેટા ફ્રી મળી રહ્યો છે.
વિતેલા મહિને એરટેલે સાત રાજ્યોમાં VoLTE બીટા પ્રોગ્રમની શરૂઆત કરી હતી. હવે કંપનીએ બીટા પ્રોગ્રામ દિલ્હીમાં શરૂ કર્યો છે અને ટૂંકમાં જ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
30 જીબી ડેટા મેળવવા માટે યૂઝરે સૌ પ્રથમ www.airtel.in/volte-circle લિંક પર પર જવાનું રહેશે. ત્યાર બાદ પોતાનો મોબાઈલ નંબર એન્ટર કરો. કંપની અહીં ચેક કરશે કે તમારો નંબર આ ઓફર માટે માન્ય છે કે નહીં.