એરટેલે લોન્ચ કર્યો નવો સસ્તો પ્રીપેડ પ્લાન, યૂઝર્સને મળશે દરરોજ 1.25 GB ડેટા
નવી દિલ્હી: એરટેલે પોતાના નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં યૂઝર્સને આર્કષિત કરવામાં આવી રહ્યા છે. એરટેલનો નવો 195 રૂપિયાનો પ્લાનમાં 28 દિવસ સુધી 35 GB ડેટાની સુવિધા મળી રહી છે. જેનો મતલબ યૂઝર્સને દરરોજ 1.25 GB ડેટા મળશે. આ સાથે જ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલ મળશે. આ પ્લાનમાં કોઈ એફયૂપી લિમિટ નથી પરંતુ યૂઝર્સને દરરોજ 100 એમએમએસ નહી મળે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા વોડાફોન પોતાના યૂઝર્સને 597 રૂપિયામાં અનલિમિટેડ વોઈસ કોલ અને દરરોજ 100 એસએમએસની સુવિધા સાથે 10GB ડેટા આપી રહ્યું છે. ડેટા માત્ર 10GB આપવામાં આવે છે.
એરટેલ આ નવા પ્લાનથી જિયો અને વોડાફોનને ટક્કર આપશે. ઉલ્લેખનીય છે કે બંને પાસે 198 અને 199 રૂપિયાનો પ્લાન છે. જ્યારે એરટેલનો 195 રૂપિયાનો પ્લાન માત્ર કેટલાક સર્કલમાં જ ઉપલબ્ધ છે. જેમાં આંધ્ર પ્રદેશ, તેલંગણા, કેરલ અને અન્ય રાજ્યો સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -