હવે જિઓ લાવ્યું Pre-5G મેસિવ મીમો ટેકનિક, પાંચગણી સ્પીડથી ચાલશે ઇન્ટરનેટ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ એરટેલને આ આઇપીએલની સિઝનમાં ટક્કર આપવા માટે જિઓ મેદાનમાં આવી ગયું છે. રિલાયન્સ જિઓએ પોતાના કસ્ટમર્સ માટે આઇપીએલ 2018ના એક્સપીરિયન્સને બેસ્ટ બનાવવા માટે પ્રી-5G મેસિવ મીમો ટેકનિકનો યૂઝ કરવાની જાહેરાત કરી છે. કંપની આ ટેકનિકની મદદ આઇપીએલના દિલ્હી અને મુંબઇની વચ્ચે યોજાનારી મેચ સ્ટેડિયમમાં કરશે.
એરટેલ મેસિવ મીમો ટેકનિકનો યૂઝ દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, કોલકત્તા, મોહાલી, ઇન્દોર, જયપુર, બેગ્લુરું અને ચૈન્નાઇ જેવા શહેરોમાં કરશે. ગઇ સાત સપ્ટેમ્બરે એરટેલે આ ટેકનિક માટે ચાઇનીઝ કંપની હ્રુવાવે સાથે ભાગીદારી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારતી એરટેલે શુક્રવારે IPL 2018 દરમિયાન મેસિવ મીમો પ્રી-5G ટેકનિકનો યૂઝ સ્ટેડિયમમાં કરવાની જાહેરાત કરી, આ ટેકનિકનો યૂઝથી ઇન્ટરનેટ નેટવર્કની ક્ષમતા વધી જાય છે અને ગ્રાહકોને સાત ગણું ફાસ્ટ ઇન્ટરનેટ મળે છે. ઇન્ટરનેટની સ્પીડમાં ધરખમ વધારો જોવા મળે છે.
કંપની પ્રી-5G મેસિવ મીમો ટેકનિક દ્વારા સ્ટેડિયમને જોડશે, જેથી યૂઝર્સને સુપરફાસ્ટ 4G આપી શકાય. આ ટેકનિકની મદદથી પાંચ ગણું ફાસ્ટ લગભગ 30MHz ઇન્ટરનેટ ચાલસે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -