7000થી ઓછા બજેટવાળું ટેબલેટ ભારતમાં લોન્ચ, જાણો શું છે ખાસિયત
કનેક્ટિવિટીની દ્રશ્ટિએ તેમાં Wi-Fi 802.11 b/g/n, Bluetooth v4.0, માઈક્રો -USB 2.0, FM Radio અને 3.5mm ઓડિયો જેક આવેલ છે. ઉપરાંત તેમાં AAC, AMR, AWB, MP3, OGG, WAV, DivX, XviD, MPEG4, VP8, H.263 અને H.264 ફોર્મેટ્સ માટે ઓડિયો અને વીડિયો પ્લેબેક સપોર્ટ પણ આપેલ છે.
કેમેરાના સેક્શનની વાત કરીએ તો આ બજેટ ટેબલેટમાં રિયરમાં 5 મેગાપિક્લનો કેમેરા અને ફ્રન્ટમાં 2 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. તેની ઇન્ટરનલ મેમરી 16 જીબીની છે, જેને કાર્ડની મદદથી 32 જીબી સુધી વધારી શકાય છે. તેની બેટરી 4060mAhની છે અને તેનું વજન 475 ગ્રામ છે.
Alcatel A3 10 Wi-Fiમાં 10.1-ઇંચ HD (1280x800 પિક્સલ) IPS ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 1 જીબી રેમની સાથે 1.3GHzની સ્પીડવાળું ક્વાડ-કોર MediaTek MT8127 આવશે. આ એન્ડ્રોઈડ 7.0 નૂગડ પર ચાલશે.
નવી દિલ્હીઃ Alcatelએ ભારતમાં પોતાના પોર્ટફોલિયાનું વિસ્તરણ કરતાં બજારમાં પોતાનું લેટેસ્ટ ટેબલેટ A310 Wi-Fi ભારતમાં લોન્ચ કર્યું છે. કંપનીએ આ ટેબની કિંમત 6999 રૂપિયા રાખી છે. ઇચ્છુક ગ્રાહક તેને ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકે છે.