યૂઝરનો ડેટા ચોરવા મામલે ફેસબુકને થયો 1000 કરોડનો દંડ, જાણો કોને આપ્યો આદેશ
બેલ્ઝિયમની કોર્ટે ફેસબુકને યૂઝર્સને ડેટા કલેક્ટ કરવાની ના પાડી દીધી છે અને દરરોજ 2 લાખ 50 હજાર યૂરો દંડ ભરવાનું કહ્યું છે.
મુંબઇઃ સોશ્યલ મીડિયાના દિગ્ગજ ફેસબુક પર બેલ્ઝિયમની એક કોર્ટે 156 મિલિયન ડૉલરની પેનલ્ટી લગાવી છે. કોર્ટેનું કહેવુ છે કે ફેસબુક જો પહેલાની જેમ સતત પ્રાઇવસીના કાયદાનું ઉલ્લંઘન કરીને થર્ડ પાર્ટી વેબસાઇટને ટ્રેક કરતું રહેશે તો તેને દરરોજ દંડ ભરવો પડશે.
ફેસબુક પબ્લિક પૉલીસીના વાઇસ પ્રેસિડેન્ટ રિચર્ડ એલેને કહ્યું કે કંપની કોર્ટના આ નિર્ણયથી નિરાશ છે અને અપીલ કરશે. ફેસબુક અનુસાર કૂકીઝ અને પિક્સલને તે યૂઝ કરે છે તે ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ ટેકનોલૉજીના હોય છે અને આને લાખો બિઝનેસને આગળ વધારવામાં મદદ મળે છે. આ નિર્ણય ખુબ લાંબા સમય સુધી બેલ્ઝિયમ કમિશન ફોર ધ પ્રૉટેક્શન પ્રાઇવસી અને ફેસબુકની વચ્ચે ચાલી રહેલા વિવાદ બાદ આવ્યો છે.
કોર્ટે ફેસબુકને આદેશ આપ્યો છે કે, બેલ્ઝિયમના નાગરિકોને જેટલો પણ ગેરકાયદેસર રીતે સ્ટૉર કર્યો છે તેને ડિલીટ કરી દેવામાં આવે. આમાં એ લોકોનો ડેટા પણ સામેલ છે જે સોશ્યલ નેટવર્ક યૂઝ નથી કરતાં.
ઉલ્લેખનીય છે કે, ફેસબુક જાહેરાત અને યૂઝર એક્સપીરિયન્સને બેસ્ટ બનાવવા માટે બીજી વેબસાઇટ સાથે યૂઝરના ડેટાને ટ્રેક કરે છે જેમાં ફેસબુકના પ્લગ-ઇન્સ આપવામાં આવ્યા હોય છે.
કોર્ટ અનુસાર ફેસબુક યૂઝર્સની માહિતી સ્ટૉર કરવા માટે યૂઝર્સની મંજૂરીની કોઇ પરવાહ નથી કરતું.
કોર્ટે કહ્યું કે, ‘ફેસબુક અમને પુરો યૂઝરનો ડેટા કલેક્ટ કરવા વિશે અધૂરી માહિતી આપી રહ્યું છે. ફેસબુક એ પણ નથી કહેતું કે તે કયા પ્રકારનો ડેટા કલેક્ટ કરે છે અને તે ડેટાનું શુ કરવામાં આવે છે. અને તેને કેટલા દિવસો સુધી સ્ટૉર કરી રાખવામાં આવે છે.’