યૂઝર્ડનો ડેટા ચોરવા મામલે ફેસબુકને ફટકારાયો કરોડો રૂપિયાનો દંડ
ફેસબુક પબ્લિક પૉલિસીના વાઈસ પ્રેઝિડેન્ટ રિચર્ડ એલને કહ્યું કે, અમને કોર્ટના આ નિર્ણયથી નિરાશા મળી છે અને આના માટે અપીલ કરીશું. ફેસુબકનું કહેવું છે કે, તે કૂકીઝ અને પિક્સલનો યૂઝ કરે છે જેનાથી લાખો બિઝનેસને ગ્રોથ મળે છે. ઉલ્લેખનીય છે કે, આ લાંબા સમયથી બેલ્ઝિયમ કમિશન ફોર ધ પ્રોટેક્શન પ્રાઈવસી અને ફેસબુક વચ્ચે આ વિવાદ ચાલી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોર્ટ દ્વારા ફેસબુકને આદેશ આપવામાં આવ્યો છે કે, તેણે અત્યાર સુધી બેલ્ઝિયમના નાગરિકોનો જે પણ ડેટા કલેક્ટ કર્યો છે તે ડિલીટ કરી દે. આમાં એવા લોકોનો પણ ડેટા શામેલ છે જે સોશિયલ નેટવર્ક પર નથી.
કોર્ટે કહ્યું કે, ‘યૂઝર્સનો ડેટા કલેક્ટ કરવા અંગે ફેસબુક દ્વારા આપવામાં આવેલી માહિતી અધૂરી છે. આ ડેટાના પ્રકાર અને તેના ઉપયોગ વિશે પણ કંઈ કહેવામાં આવ્યું નથી. આ ઉપરાંત કલેક્ટ કરાયેલો ડેટા ક્યાં સુધી સ્ટૉર કરી રાખવામાં આવે છે તે વિગત પણ આપવામાં આવી નથી.’ કોર્ટનું કહેવું છે કે, યૂઝર્સનો ડેટા લેવા માટે ફેસબુક દ્વારા યૂઝર્સની પરમિશન પણ લેવામાં આવતી નથી.
નવી દિલ્હીઃ વિશ્વમાં સૌથી મોટા સોશિયલ મીડિયા તરીકે ઉપયોગમાં લેવાતા ફેસબુક પર બેલ્જિયમની એક કોર્ટે 156 મિલનય ડોલરનો દંડ ફટકાર્યો છે. પેનલ્ટી લગાવવા ઉપરાંત કોર્ટે ફેસબુકને એ ચેતવણી પણ આપી કે જો આ જ રીતે પ્રાઈવેસી કાયદાનું ઉલ્લંઘન કરતા થર્ડ પાર્ટી વેબસાઇટને ટ્રેક કરશે તો આ પ્રકારનો દંડ રોજ આપવો પડશે. તેની સાથે જ કોર્ટે ફેસબુક યૂઝર્સનો ડેટા કલેક્ટ ન કરવાની ચેતવણી આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -