એન્ડ્રોઇડ માટે આવ્યું નવું વર્ઝન Android Pie, આ સ્માર્ટફોન્સ પર મળશે સૌથી પહેલું અપડેટ, જાણો વિગતે
ગૂગલે પોતાના ડેવલપર કૉન્ફરન્સ I/O દરમિયાન એન્ડ્રોઇડના જે ફિચર્સની વાત કરી હતી તેમાથી બધા નહીં મળે, પણ પિક્સલ યૂઝર્સને આ બધા ફિચર્સ આપવામાં આવી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગૂગલે કહ્યું કે એવા સ્માર્ટફોન્સ જે Android P બીટા પ્રૉગ્રામનો ભાગ છે તેમાં જ પણ તબક્કાવાર Android 9 નું અપડેટ આપવામાં આવશે. આમાં શ્યાઓમી, સોની, એચએમડી ગ્લૉબલ એટલે નોકિયા, ઓપ્પો, વીવો, વનપ્લસ અને એસેન્સિયલ સ્માર્ટફોન્સ સામેલ છે. ગૂગલે એમ પણ કહ્યું કે કંપની કેટલાય પાર્ટનર્સ સાથે કામ કરી રહી છે અને વર્ષના અંત સુધીમા આમાં પણ અપડેટ આપવામાં આવશે.
પિક્સલ સ્માર્ટફોન બાદ આ ડિવાઇસમાં આપવામાં આવશે Android Pie.... Sony Xperia XZ2, Xiaomi Mi Mix 2S, Nokia 7 Plus, Oppo R15 Pro, Vivo X21, OnePlus 6 અને Essential PH 1.
Android 9 Pie માં ડિજીટલ વેલબીંગ એક ડેશબોર્ડ છે જે જેસ્ચર આધારિત નેવિગેશન સિસ્ટમ છે. આ અંતર્ગત ઇન્ટરફેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લગાવીને ઇમ્પ્રૂવ પણ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત આમાં નવું સ્ટેટસ બાર અને નૉચ માટે ડિઝાઇન કર્યુ છે.
ગૂગલ અનુસાર, નવા એન્ડ્રોઇડ વર્ઝનનું ફાઇનલ એપડેટ પિક્સલ ફોન્સ પર અવેલેબલ થશે. ઉલ્લેખનીય છે કે, હાલ આ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ ડિજીટલ વેલબીંગ નામના એક ખાસ ફિચરના કારણે ખુબ ચર્ચામાં છે.
નવી દિલ્હીઃ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ માટે સારા સમાચાર છે, કેમકે હવે પછીના નવા એન્ડ્રોઇડ વર્ઝનનું નામ સામે આવી ચૂક્યુ છે અને તે છે Android 9 Pie. ગૂગલે આને પિક્સલ સ્માર્ટફોન માટે રિલીઝ કરી દીધું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -