Appleની પ્રોડક્ટમાં ખામી શોધી આપનારને કંપની આપશે 1 કરોડ રૂપિયા
ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 વર્ષથી સિલિકોન વેલીની તમામ ફેસબુક, ગુગલ સહિત અન્ય કંપનીઓ ભુલ અને ખામી શોધવા માટે હેકરોને મોટી રકમ આપતી આવી છે. જો કે એપલ આવું પહેલી વાર કરી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુરુવારે બ્લેક હેટ હેકિંગ કોન્ફરન્સમાં એપલ તરફથી આ જાહેરાત કરવામાં આવી હતી. જે હેકર કંપનીના ડિજિટલ કંપાર્ટમેંટમાં ખામીઓ શોધવામાં સફળ રહેશે તો તે હેકરને રૂપિયા 16 લાખ મળશે.
ગ્રાહકોના ડેટામાં બગ શોધી આપનારને લગભગ રૂપિયા 33 લાખ, અને જે હેકરે કંપનીના આઈક્લાઉડ ડેટામાં અથવા અન્ય કોઈ બહુ જ ગંભીર ખામી શોધશે તો એવા હેકરને રૂપિયા 1 કરોડ 33 લાખ આપવામાં આવશે.
એમેરિકા: હેકિંગમાં રસ ધરાવતા લોકો માટે વિશ્વની અગ્રણી કંપની એપલે ખાસ જાહેરાત કરી છે. ગુરુવારે એપલે જાહેરાત કરી હતી કે હેકરો જો એપલ પ્રોડક્ટમાંથી ખામીઓ શોધી આપે તો કંપની તેમને 1 કરોડ રૂપિયા સુધીનું ઈનામ આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -