બીજુ કોઇ તમારુ ફેસબુક એકાઉન્ટ જોતું હોય તો કઇ રીતે પડશે ખબર? કઇ રીતે તેને Log Out
આ સિવાય અન્ય સરળ રીતો છે, જેનાથી જાણી શકાય છે કે તમારુ એકાઉન્ટ કોઇ અન્ય તો યુઝ નથી કરી રહ્યું ને. આ માટે તમે તમારી ડિટેઇલ્સ ચેક કરો. બની શકે છે કે તમારી બર્થ-ડે, નામ, ઇમેલ આઇડી સાથે છેડછાડ થઇ હોય. બની શકે છે કે તમારા આઇડી પરથી એવા લોકોને ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ મોકલવામાં આવી હોય જેને તમે ઓળખતા ના હોય. તે સિવાય તમે તમારી કોઇ પોસ્ટ પોતાની ટાઇમલાઇન પર પોસ્ટ કરી ના હોય પણ તેમ છતાં પોસ્ટ થઇ હો. આવી જ હરકતો મેસેજ બોક્સમાં થઇ હોય. તો તરત જ તમે પાસવર્ડ બદલો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમને લાગે કે કોઇ અજાણી વ્યક્તિ તમારું એકાઉન્ટ કોઇ અન્ય જગ્યાએ યુઝ કરી રહ્યું છે તો તરત જ ત્યાં End Activity પર ક્લિક કરો. આમ કરવાથી તમારુ એકાઉન્ટ થોડા સમય માટે હેકર પાસેથી લોગ આઉટ થઇ જશે. બાદમાં તરત જ તમારો પાસવર્ડ બદલો.
સૌ પ્રથમ તમે તમારા ફેસબુક પેજ પર જાવ. અહીં જમણી તરફ આપેલા સેટિંગમાં જાવ. સેટિંગમાં ગયા બાદ તમે સિક્યોરિટી ઓપ્શનમાં જાવ અને ‘Where You're Logged In’ પર ક્લિક કરો. આ જગ્યા પર તમને જાણવા મળશે કે તમારુ એકાઉન્ટ કોઇ અન્ય જગ્યા પર કે કોઇ અન્ય સમયે અક્સેસ થયું છે કે નહીં.
નવી દિલ્હીઃ હાલના સમયમાં હેકરો કોઇના પણ ફેસબુક એકાઉન્ટને સરળતાથી હેક કરી લેતા હોય છે. ત્યારે તમામ ફેસબુક યુઝર્સને હંમેશા એક વાતની ચિંતા રહેતી હોય છે કે તેમનું ફેસબુક એકાઉન્ટ અન્ય કોઇ વ્યક્તિ યુઝ તો નથી કરી રહ્યુંને. ઘણીવાર યુઝર્સ અન્ય કોઇના કોમ્પ્યુટર પર પોતાનું ફેસબુક એકાઉન્ટ ખોલીને તેને લોગ આઉટ કરવાનું ભૂલી જતાં હોય છે ત્યારે ફેસબુકે પોતાના યુઝર્સની આ સમસ્યાનું પણ સમાધાન આપ્યું છે. (આગળની સ્લાઇડમાં વાંચોઃ તમારુ એકાઉન્ટ કોઇ અન્ય વ્યક્તિ ઉપયોગ કરી રહ્યું છે તે કેવી રીતે જાણશો.)
- - - - - - - - - Advertisement - - - - - - - - -