એપલે iPhonesના બધા મૉડલની કિંમતો વધારી, જાણીલો શું છે ન્યૂ પ્રાઇસ
નવી દિલ્હીઃ સરકાર તરફથી ગયા અઠવાડિયે મોબાઇલ હેન્ડસેટ પર કસ્ટમ ચાર્જ 10 ટકાથી વધારીને 15 ટકા કર્યા બાદ દેશમાં સ્માર્ટફોન સેલર્સમાં સૌથી પહેલા એપલે પોતાના આઇફોનના બધા મૉડલની કિંમતોમાં વધારો કરી દીધો છે. જોકે એપલે iPhone SEની કિંમત નથી વધારી કેમકે કંપની આને પોતાના બેગ્લુરુંમાં આવેલા પ્લાન્ટમાં એસેમ્બલ કરે છે.
iPhone 6s પ્લસ, આના 32જીબી મૉડલની કિંમત 50,740 રૂપિયા થઇ ગઇ છે જે પહેલા 49,000 રૂપિયા હતી. વળી આના 128જીબી મૉડલની કિંમત 59,860 રૂપિયા છે જે પહેલા 58,000 રૂપિયા હતી.
iPhone 6s, આના 32જીબી મૉડલની કિંમત 41,550 રૂપિયા થઇ ગઇ છે જે પહેલા 40,000 રૂપિયા હતી. વળી આના 128જીબી મૉડલની કિંમત 50,660 રૂપિયા છે જે પહેલા 49,000 રૂપિયા હતી.
iPhone 7 પ્લસ, આના 32જીબી મૉડલની કિંમત 59,910 રૂપિયા થઇ ગઇ છે જે પહેલા 58000 રૂપિયા હતી. વળી આના 128જીબી મૉડલની કિંમત 70,180 રૂપિયા છે જે પહેલા 68,000 રૂપિયા હતી.
iPhone 7, આના 32જીબી મૉડલની કિંમત 50,820 રૂપિયા થઇ ગઇ છે જે પહેલા 49,000 રૂપિયા હતી. વળી આના 128જીબી મૉડલની કિંમત 59,910 રૂપિયા છે જે પહેલા 58,000 રૂપિયા હતી.
iPhone 8 પ્લસ, આના 64જીબી વેરિએન્ટને ખરીદવા માટે હવે 75,450 રૂપિયા ખર્ચ કરવા પડશે, જે પહેલા 73,000 રૂપિયામાં અવેલેબલ હતો. વળી આના 256જીબી મૉડલની કિંમત 88,750 રૂપિયા થઇ ગઇ છે જે પહેલા 86,000 રૂપિયા હતી.
iPhone 8, આના 64જીબી વેરિએન્ટને ખરીદવા માટે હવે 66,120 રૂપિયા ખર્ચવા પડશે. જે પહેલા 64,000 રૂપિયામાં અવેલેબલ હતો. વળી આના 256જીબી મૉડલની કિંમત 79,420 રૂપિયા થઇ ગઇ છે જે પહેલા 77,000 રૂપિયા હતી.
હવે iPhone X (64જીબી) ખરીદવા માટે 92,430 રૂપિયા ખર્ચ કરવા પડશે, જ્યારે પહેલા આ 89,000 રૂપિયામાં અવેલેબલ હતો. આના 256જીબી વેરિએન્ટની કિંમત વધીને 1,05,720 રૂપિયા થઇ ગઇ છે, જ્યારે પહેલા આ 1,02,000 રૂપિયામાં વેચાઇ રહ્યો હતો.
કાઉન્ટરપૉઇન્ટ રિસર્ચના એસોસિએટ ડાયરેક્ટર (મોબાઇલ ડિવાઇસ અને ઇકોસિસ્ટમ) તરુણ પાઠકે જણાવ્યુ કે, જેવી સંભાવના હતી તેવી જ રીતે એપલે આઇફોનની કિંમતો વધારી દીધી છે. હવે એ જોવાનું રહેશે કે ભારતમાં એપલ લવર્સની પ્રતિક્રિયા શું રહેશે?