આઇફોન ખરીદવાનો બેસ્ટ ટાઇમ, અહીં iPhone Xથી iPhone SE મળી રહ્યાં છે હેવી ડિસ્કાઉન્ટ સાથે
નવી દિલ્હીઃ ભારતીય યૂઝર્સની વચ્ચે iPhoneની દિવાનગી હજુ બરકરાર છે, પછી ભલે તે જુનો હોય કે નવો, લોકો તેને ગમે ત્યારે તેને ખરીદવાની ઇચ્છા રાખે છે. જો તમે એક નવો આઇફોન ખરીદવા ઇચ્છી રહ્યાં હોય તો 12 થી 15 ફેબ્રુઆરી વચ્ચે તમારા માટે બેસ્ટ મોકો છે. ઇ-કોમર્સ વેબસાઇટ Apple Days સેલ લઇને આવી છે જેમાં આ મોબાઇલ ડિસ્કાઉન્ટ સાથે સેલ થઇ રહ્યાં છે.
જો તમારી પાસે બેન્ક કે ક્રેડિટ કાર્ડ છે તો તમને 10 હજાર રૂપિયા સુધીનું કેશબેક મળી રહ્યું છે. આ સેલમાં iPhone X, iPhone 8, iPhone 8 Plus, iPhone 7, iPhone 6 Plus, iPhone 6s, iPhone 6 અને iPhone SE પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઉપરાંત અહીં એપલ વૉચ, ઇયર પૉડ્સ અને આઇપેડ્સ પર પણ ઓફ મળી રહ્યું છે. જો તમે ઇચ્છો તો 149 રૂપિયાના એક્સ્ટ્રા બાયબેક ઓફર પણ લઇ શકો છો, જે અંતર્ગત આ ટાઇમ લિમીટમાં તમને રિટર્ન કરવાથી તમને અડધા પૈસા પરત કરી દેવાશે.
iPhone 7 Plusની શરૂઆતી કિંમત 59,000 રૂપિયા છે, જે અહીં 56,499 રૂપિયામાં અવેલેબલ છે. આનું 128GB મેમરી વેરિએન્ટ જેની અસલી કિંમત 82,000 રૂપિયા છે, તે અહીં 62,500 રૂપિયામાં મળી રહ્યો છે. આવી રીતે iPhone 7 પર પણ છૂટ મળી રહી છે આ ઉપરાંત iPhone 7 Plus પર આઇસીઆઇસીઆઇ બેન્ક ક્રેડિટ કાર્ડથી ઇએમઆઇ ટ્રાન્ઝેક્શન પર 4,000 રૂપિયાનું કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે.
જુના iPhone મૉડલ્સની વાત કરીએ તો અહીં iPhone 6 તમે 25,299 રૂપિયાની શરૂઆતી કિંમતની સાથે ખરીદી શકો છો જેના પર તમે 2,500 રૂપિયા સુધીનું કેશબેક પણ મળી રહ્યું છે. આવામાં iPhone SE તમે 19,999 રૂપિયામાં ખરીદી શકો છો, જ્યારે iPhone 6s Plus અહીં 39,999 રૂપિયાની શરૂઆતી કિંમતની સાથે મળી રહ્યો છે.
iPhone 8 Plusની અસલ કિંમત 73,000 રૂપિયા છે, પણ આ 66,999 રૂપિયાની શરૂઆતી કિંમતની સાથે મળી રહ્યો છે. આનુ નાનું વેરિએન્ટ iPhone 8, જેની અસલી કિંમત 64,000 રૂપિયા છે અહીં તમને 55,999 રૂપિયામાં મળશે. આ ઉપરાંત તમે ઇએમઆઇ ટ્રાન્ઝેક્શન પર 8,000 રૂપિયાનું કેશબેક પણ મેળવી શકો છો.
iPhone X: આ સ્માર્ટફોનના 64GB વેરિએન્ટની કિંમત 89,000 રૂપિયા છે પણ અહીં તમને અહીં 82,999 રૂપિયા મળશે. આઇસીઆઇસીઆઇ બેન્ક ક્રેડિટ કાર્ડથી ખરીદવાથી 10,000 રૂપિયા એક્સ્ટ્રા મળશે જે કેશબેક તરીકે હશે. iPhone X 256GB વેરિએન્ટ પર પણ આ ઓફર લાગું પડે છે.
આ સેલમાં માત્ર જુના iPhone જ નહી પણ પણ નવો લેટેસ્ટે iPhone X પણ સસ્તાંમાં સેલ થઇ રહ્યો છે. જાણો કયો ફોન કેટલાક ટકા ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે.