WhatsApp આવો મેસેજ આવે તો ભૂલથી પણ ન કરતાં ક્લિક, ચાલી રહ્યું છે આ મોટું કોભાંડ!
નવી દિલ્હીઃ અફવા ફેલાવી, કોઈ ખોડી પ્રોડક્ટ વિશે પ્રચાર કરવો અને કોઈપણ નકામી વસ્તુને વાયરલ કરવા માટે સોશિયલ મીડિયા જાણીતું છે. છેલ્લા ઘણાં દિવસોથી વ્હોટ્સએપ પર એ મેસેજ ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે Adidas પોતાની 93 એનિવર્સિટી પર 3,000 શૂ ફ્રીમાં આવી રહ્યું છે તમારા શૂઝ લેવા માટે Adidas.com/shoes,’ પર ક્લેઈમ કરો.
હેકર્સ માટે આજકાલ વ્હોટ્સએપ ખૂબ જ લોકપ્રિય માધ્યમ બની રહ્યું છે, કારણ કે, તેની પોપ્યુલારિટી અને વપરાશ ખૂબ જ વધારે છે.
એક વેબસાઈટ જણાવ્યા અનુસાર આ સ્કેમમાં અત્યાર સુધી ઘણા લોકો છેતરાઈ ચૂક્યા છે. એડિડાસ તરફથી આ મેસેજને ખોટો ગણાવવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકા ખાતેના એડિડાસના બ્રાન્ડ કોમ્યુનિકેશન્સ અને PR મેનેજર લોરેન હાકમેને જણાવ્યું કે, ‘અમને જાણવા મળ્યું છે કે, એડિડાસ દ્વારા ફ્રી શૂઝની ઑફર આપવામાં આવી છે તે પ્રકારનો મેસેજ વ્હોટ્સએપમાં ખૂબ ફરી રહ્યો છે અને અમે લોકોને આ મેસેજ ખોટો હોવાનું જણાવી રહ્યાં છીએ.’
જોકે આ પ્રકારનો મેસેજ ઘણા લોકોને એડિડાસની ઑફિશિયલ વેબસાઈટ પરથી આવી રહ્યો છે પરંતુ નિષ્ણાતો આ અંગે ચેતવતા કહી રહ્યાં છે કે, આ સાઈબર ક્રિમિનલ્સ દ્વારા ચાલી રહેલું એક સ્કેમ છે જે તમારી પર્સનલ ડિટેલ્સ ચોરી શકે છે.