આઈફોન XS Maxની સ્ક્રીન તૂટશે તો લાગશે આટલો મોટો ઝટકો....
એટલું જ નહીં જો નવા આઈફોનમાં કોઈ અન્ય ડેમેજ થશે તો તમારે 49,497 રૂપિયા જેટલો ખર્ચ કરવો આવી શકે છે. જ્યારે આઈફોન એક્સએસની વાત કરીએ તો સ્ક્રીન બદલવા માટે 20,260 રૂપિયા ખર્ચ કરવા પડશે. જ્યારે અન્ય ડેમેજ માટે 40 હજાર રૂપિયા ખર્ચ કરવા પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહેવાલ અનુસાર, નવા ઈઓફોન એક્સએસનું મેન્ટેનન્સ અને રિપેરિંગ ખર્ચ ખૂબ જ વધારે છે. જો તમે આઈફોન એક્સએસ મેક્સની તૂટેલી સ્ક્રીન બદલાવા જશો તો તમારે 23,890 રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે. તેને રિપેર કરાવવાનો ખર્ચ આઈફોન 6 જેટલો જ છે, જેની કિંમત 24,000 રૂપિયાની આસપાસ છે.
તેમ છતાં તમારે નવા આઈફોનનો સુરક્ષિત રાખવો પડશે નહીંતર તમને ભારે પડી શકે છે. કારણ કે હાલમાં નવા આઈફોનને લઈને એક લેટેસ્ટ અહેવાલ આવ્યો છે જે વાંચીને તમે નવો આઈફોન ખરીદતા પહેલા 100 વખત વિચારશો.
નવી દિલ્હીઃ એપલો દાવો કર્યો છે કે તેણે આઈફો XS, XS Max અને XRમાં અત્યાર સુધીનો સૌથી મજબૂત ગ્લાસ લગાવ્યો છે. વિશ્વભરમાં સમીક્ષકોએ આ વાતની પુષ્ટિ પણ કરી છે કે નવા આઈફનના ફ્રન્ટ અને બેક બન્ને સાઈડ આઈફોન એક્સ કરતાં વધારે મજબૂત ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -