આવતા મહિને ભારતમાં આવશે Nokiaનો આ દમદાર ફોન, કંપનીએ આપી કિંમતની માહિતી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલૉન્ચ ઓફરની વાત કરીએ તો એરટેલ પ્રીપેડ કનેક્શનની સાથે Nokia 5.1 Plusને ખરીદનારા ગ્રાહકોને 199 રૂપિયા, 249 રૂપિયા અને 448 રૂપિયાની રિચાર્જની સાથે 240GB એડિશનલ ડેટા અને 1,800 રૂપિયાનું કેશબેક મળશે. કસ્ટમર્સ માટે આ સ્માર્ટફોન ગ્લૉસ બ્લેક અને ગ્લૉસ મિડનાઇટ બ્લૂ કલર ઓપ્શનમાં અવેલેબલ થશે.
આ સ્માર્ટફોનને યૂઝર ભારતમાં એક્સક્લૂસિવ રીતે ફ્લિપકાર્ટ અને નોકિયા ઓનલાઇન સ્ટૉર પરથી ખરીદી શકાશો. Nokia 5.1 Plus માટે પ્રી-ઓર્ડર શરૂ કરી દેવામાં આવ્યા છે અને સોમવારે 1લી ઓક્ટોબરે આને સેલમાં અવેલેબલ કરાવવામાં આવશે.
કંપની અનુસાર, Nokia 5.1 Plus સ્માર્ટફોનની કિંમત ભારતમાં 10,999 રૂપિયા રાખવામાં આવી છે. આમાં 3GB રેમ અને 32GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આની મેમરીને કાર્ડની મદદથી 400GB સુધી વધારી શકાય છે.
નવી દિલ્હીઃ ભારતમાં આગામી મહિને નોકિયાનો દમદાર ફોન એન્ટ્રી કરશે. કંપનીએ તાજેતરમાંજ લૉન્ચ કરેલો Nokia 5.1 Plus હવે ભારતીય યૂઝર્સના હાથમાં આવી જશે. HMD ગ્લૉબલે આની કિંમત અને ઉપલબ્ધતા વિશે માહિતી આપી દીધી છે. એક મહિના પહેલા આ ફોનનું લૉન્ચિંગ કરવામાં આવ્યું હતું
- - - - - - - - - Advertisement - - - - - - - - -