Whatsappએ ભારતમાં આ મહિલાને સોંપી મોટી જવાબદારી, જાણો કોણ છે તે.....
વોટ્સએપની વેબસાઈ અનુસાર યૂઝર એપના સેટિંગ્સ ઓપ્શનમાં જઈને હેલ્પ ફીચરમાં કોન્ટેક્ટ અસ વિકલ્પ આપવામાં આવ્યો છે. યૂઝર તેના માધ્યમથી સીધા જ કંપનીની સપોર્ટ ટીમનો સંપર્ક કરી શકે છે. જો તે ફરિયાદને આગળ વધારવા માગે છે તો તે સીધા જ ફરિયાદ અધિકારીનો સંપર્ક કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોમલના લિંકડઇન પ્રોફાઈલ અનુસાર તેણે નાણાં, જોખમ અને સુરક્ષામાં ખાસ અનુભવ છે. તે વોટ્સએપમાં આવતા પહેલા ફેસબુકની સાથે હતા. ત્યાં તેમણે બે વર્ષ 9 મહિના સુધી સીનિયર ડાયરેક્ટર પદ પર કામ કર્યું. તેણે પે પાલમાં છ વર્ષ સેવા આપી. તે સેન્ટ ક્લારા યૂનિવર્સિટીથી એમબીએ છે. તેણે પુણે યૂનિવર્સિટીથી બીકોમ કર્યું છે.
મેસેજિંગ કંપનીએ પોતાની વેબાઈટ પર ભારત માટે ફરિયાદ નિવારણ અધિકારી નિમણૂક કરવાની જાણકારી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, યૂઝર મોબાઈલ એફ અથવા ઈમેલ મોકલીને કોમલ સાથે કોન્ટેક્ટ કરી શકે છે. તે તેમાં યૂઝરને પૂરી મદદ કરશે. લાહિરીની નિમણૂક ઓગસ્ટ અંતમાં કરવામાં આવી છે. લાહિરી આ પહેલા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના કોમ્યુનિટી ઓપરેશન્સમાં સીનિયર ડાયરેક્ટર રહી ચૂક્યા છે. ત્યાં તેમણે 4 વર્ષ સુધી કામ કર્યું હતું.
નવી દિલ્હીઃ ફેસબુકની માલિકી ધરાવતી મેસેજિંગ કંપની વોટ્સએપ ભારતમાં મોબ લિન્ચિંગની વધતી ઘટનાઓમાં પોતાનું નામ સામે આવવાથી દબાણમાં છે. આ મામલે હવે વોટ્સએપે પોતાની એપથી અફવા ફેલાતા રોકવાની જવાબદારી એક મહિલા અધિકારીને આપી છે. તેનું નામ છે કોમલ લાહિરી, જે વોટ્સએપના ગ્લોબલ કસ્ટમર ઓપરેશન્સની સીનિયર ડાયરેક્ટર છે. તે અમેરિકામાં રહીને જ ભારતમાં વોટ્સએપ પર જારી થનારા મેસેજ પર નજર રાખશે. દેશના અનેક ભાગમાં ભીડ દ્વારા ઢોર માર મારીને હત્યા કરવાની ઘટના સામે આવ્યા બાદ ભારતે વોટ્સએપથી ફેક મેસેજના પ્રચાર પ્રસાર રોકવા માટે જરૂરી પગલા લેવા માટે કહ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -