એપલે લોન્ચ કર્યું સૌથી સસ્તું iPad, જાણો ભારતમાં ક્યારે આવશે
9.7 ઈંચના આઈપેડના 32જીબી મોડલની કિંમત 329 ડોલર (આશરે 21,500 રૂપિયા) રાખવામાં આવી છે. જ્યારે સ્ટુડન્ટ્સને આઈપેડ 229 ડોલર (આશરે 19,000 રૂપિયા)માં મળશે. વાઇ-ફાઇ અને સેલ્યુલર મોડલની કિંમત 459 ડોલર (આશરે 29,763 રૂપિયા) છે. ભારતમાં 32 જીબી વેરિયન્ટની કિંમત 28,000 રૂપિયા હશે જ્યારે વાઇ-ફાઇ + સેલ્યુલર મોડલની કિંમત 38,600 રૂપિયા રહેશે.
આ નવા આઇપેડમાં નવી એપ એપલ ટીચર આપવામાં આવશે. આ એપ એક ઓનલાઇન લર્નિંગ પ્રોગ્રામ છે. જે સ્કૂલના ટીચર્સ માટે ડીઝાઇન કરવામાં આવી છે. આ ઉપરાંત તેમાં Swift Playgrounds પણ આપવામાં આવ્યું છે. Swift એપલની કોડિંગ લેંગ્વેજ છે. જેની મદદથી જે પણ કોડ કરવા ઇચ્છતા હો તો કોડિંગ કરી શકાય છે.
કંપનીનો દાવો છે કે A10 ફ્યૂઝન પ્રોસેસર ચિપવાળું આ નવું આઈપેડ 10 કલાકનો બેટરી બેકઅપ આપે છે. જે એઆર (આગ્મેન્ટ રિયલિટી) એપને સપોર્ટ કરશે. એપલનું કહેવું છે કે સ્ટુડન્ટ્સ માટે કંપની આઇક્લાઉડ સ્ટોરેજને ફ્રીમાં 200 જીબી સુધી અપગ્રેડ પણ કરશે.
નવી દિલ્હીઃ એપલે એજ્યુકેશન ઇવેન્ટમાં 9.7 ઇંચનું સૌથી સસ્તું આઈપેડ લોન્ચ કર્યું છે. આઇપેડ ખાસ કરીને સ્ટુડન્ટ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. જે અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતમાં સ્ટુડન્ટ્સ માટે ઉપલબ્ધ બનશે. ભારતમાં નવું આઇપેડ એપ્રિલમાં લોન્ચ થશે.
આઇપેડમાં A10 ફ્યૂઝન ચિપ આપવામાં આવી છે. આ ચિપ એપલે તેના આઈફોન 7માં આપી હતી. એજ્યુકેશનને ધ્યાનમાં રાખી ડિઝાઇન કરવામાં આવેલા આઇપેડના ફ્રન્ટ પર ટચઆઈડી આપવામાં આવી છે. જેમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. જે ફેસટાઇમ કોલની શ્રેષ્ઠ ક્વોલિટી આપશે.