Xiaomi એ લોન્ચ કર્યો Mi Mix 2S, જાણો વાયરલેસ ચાર્જર સહિતના ફીચર્સ અને કિંમત
ફોનમાં 3400 mAhની પાવરફૂલ બેટરી આપવામાં આવી છે.આ ફોન વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફોનમાં 5.99 ઇંચની 18:9 એસ્પેક્ટ રેશિયોવાળી HD+ સ્ક્રીન આપવામાં આવી છે. જ્યારે ક્વૉલકોમનું સૌથી પાવરફુલ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
શાઓમી મી મિક્સમાં 12 MP + 12 MPના ડ્યુઅલ રિઅર કેમેરા છે. એક 12 મેગાપિક્સલનો કેમેરો વાઇડ એંગલ લેન્સ ધરાવે છે તથા બીજો 12 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ ધરાવે છે. શાઓમીના Mi Mix 2Sના કેમેરા પોટ્રેઇટ મોડ પણ ધરાવે છે. શાઓમી મી મિક્સ 2Sમાં 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે.
શાઓમી મી મિક્સ 2Sના 6 જીબી રેમ, 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 34,200 રૂપિયા છે. જ્યારે શાઓમી મી મિક્સ 2Sના 6 જીબી રેમ, 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 37,300 રૂપિયા છે. શાઓમી મી મિક્સ 2Sના 8 જીબી રેમ, 256 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 3999 41,400 રૂપિયા છે. ફોન બ્લેક અને વ્હાઇટ વેરિઅન્ટમાં ખરીદી શકાશે. ફોનનું બુકિંગ 27 માર્ચથી શરૂ થઇ ગયું છે. જ્યારે ફોનનું વેચાણ 3 એપ્રિલથી શરૂ થશે.
નવી દિલ્હીઃ Xiaomiએ તેના સ્માર્ટફોન Mi Mix 2નું અપગ્રેડ મોડલ Mi Mix 2S મંગળવારે લોન્ચ કર્યું હતું. તેની પ્રારંભિક કિંમત 34,200 રૂપિયા છે. આ સ્માર્ટફોનને ત્રણ વેરિએન્ટ્સમાં લોન્ચ કરવામાં આવ્યો છે. નવા મી મિક્સ 2Sની વિશેષતા પ્રોસેસર, વાયરલેસ ચાર્જર અને નવું કેમેરા સેટઅપ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -