Appleએ લોન્ચ કર્યાં iPhone 7 અને iPhone 7 પ્લસનાં RED વેરિઅન્ટ, પ્રી-ઓર્ડર બુકિંગ 24 માર્ચથી શરૂ
Appleએ પોતાના iPhone SE હેન્ડસેટના બે વેરિઅન્ટની સ્ટોરેજ ક્ષમતા બેગણી કરી છે. અત્યાર સુધી બજારમાં આ સ્માર્ટફોનના 16જીબી અને 64 જીબી મોડલ વેચાતા હતા. હવે iPhone SEનું શરૂઆત મોડલ 32જીબીનું હશે અને વધારે સ્ટોરેજવાળું મોડલ 128જીબીનું.
iPhone 7 અને iPhone 7 પ્લસના RED એડિશન હેન્ડસેટ માત્ર 128 અને 256 જીબી સ્ટોરેજમાં મળશે. તેની શરૂઆતની કિંમત 82,000 રૂપિયા હશે.
અમેરિકન બજારમાં સ્ટોરેજ વધારવા છતાં કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. ભારતમાં કિંમતમાં કોઈ ફેરફાર થશે કે નહીં તે અંગે પણ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે, ભારતમાં આ મોડલના 16જીબી અને 64જીબી મોડલ સસ્તામાં વેચવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ અમેરિકાની કંપની Appleએ iPhone 7 અને iPhone 7 પ્લસને નવા વેરિઅન્ટમાં લોન્ચ કર્યા છે. લાલ રંગના આ લિમિટેડ એડિશનવાળા હેન્ડસેટનું પ્રી ઓર્ડર બુકિંગ 24 માર્ચ રાત્રે 8.30 કલાકથી શરૂ થશે. જોકે, iPhone 7 અને iPhone 7 પ્લસ રેડ મેળવવા માટે ભારતીય ગ્રાહકોએ એપ્રિલ સુધી રાહ જોવી પડશે.
Appleએ જણાવ્યું કે, આ સ્માર્ટફોનનાં વેચાણથી થનારો નફાનો એક ભાગ RED સંસ્થાનઓને જશે જે એઈડ્સના નિયંત્રણ અને રિસર્ચ સાથે જોડાયેલ છે. એપલના સીઈઓ ટિમ કુકે જણાવ્યું કે, શાનદાર રેડ ફિનિશવાળો અમારો વિશેષ iPhone Red અમારી સૌથી શાનદાર રજૂઆત છે. અમે તેને વધુ સમય સુધી ગ્રાહકોથી દૂર ન રાખી શકીએ.