હવે ઇન્ટરનેટ વગર પણ કરી શકાશે WhatsAppનો ઉપયોગ, આ છે રીત
ચેટ સિમ જેવું જ ફોનમાં લગાવશો કે તરત જ તે લોકલ નેટવર્ક ઓપરેટર્સને સર્ચ કરી ડેટા સાથે કનેક્ટ થઈ જાય છે. કંપનીનું કહેવું છે કે, સિમ કાર્ડ લગાવતા જ આજુબાજુમાં ઉપલબ્ધ સૌથી સારા નેટવર્કને મોબાઇલથી કનેક્ટ કરી દે છે. ડેટા કનેક્ટ થતા જ તમે કોઈપણ એપ્લીકેશનના માધ્યમથી ચેટ શરૂ કરી શકો છો.
ચેટ સિમ વિશ્વનું પ્રથમ એવું સિમ કાર્ડ છે જેમાં ઇન્ટરનેટ વગર તમામ ચેટ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાશે. તેમાં તમે ઇનલિમિટેડ ટેક્સ્ટ મેસેજ મોકલી અને રિસીવ કરી શકો છો. જોકે ટેક્સ્ટ ઉપરાંત આ સિમની મદદતી તમે અન્ય કોઈપણ પ્રકારની જાણકારી મોકલી નહીં શકો. જેમ કે ફોટો, વીડિયો વગેરે.
આ સર્વિસ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં એક સમાન રીતે કામ કરશે. ચેટ સિમ વિશ્વના 150 દેશમાં ઉપલબ્ધ છે. તેમાં ભારત પણ સામેલ છે. ભારતમાં એ સેવાનો લાભ લેવા માટે વાર્ષિક 900 રૂપિયા ચૂકવાવ પડશે. ભારતમાં ચેટ સિમ તમને સ્ટોર પર નહીં મળે. તેના માટે ઓનલાઈન ઓર્ડર આપવો પડશે.
નવી દિલ્હીઃ ઇન્સટન્ટ મેસેજિંગ માટે લોકપ્રિય વ્હોટ્સએપ (WhatsApp) મેસેન્જરનો ઉપયોગ હવે તમે ઇન્ટરનેટ વગર પણ કરી શકો છો. તેના માટે તમારે ચેટ સિમનો ઉપયોગ કરવો પડસે. જેના દ્વારા તમે ઇન્ટરનેટ વગર પણ વ્હોટ્સએપની સાથે સાથે લાઈન, ટેલીગ્રામ અને ફેસબુક મેસેન્જર જેવી એપ્સનો પણ ઉપયોગ કરી શકો છો.