iPhone 7 અને 7 પ્લસની સાથે Apple એ લોન્ચ કરી આ શાનદાર પ્રોડક્ટ્સ
મારિયો રન ગેમઃ એપલ વોચ સીરીઝ 2 અને એરપોડ ઈયર બડ્સની સાથે એપલ માટે ખાસ બનાવવામાં આવેલ સુપર મારિયો રન ગેમ પણ લોન્ચ કરવામાં આવી છે. આ ગેમ 90ના દાયકાની જાણીતી ગેમ મારિયોનું જ બીજું વર્ઝન છે. આ ગેમ આઈફોન યૂઝર્સ રૂપિયા ચૂકવીને ડાઉનલોડ કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘડિયાળમાં રમી શકાશે પોકેમોન ગોઃ એપલ વોચ યૂઝર્સ માટે પોકેમોન ગો એપ લોન્ચ કરવામાં આવશે. આ ગેમને ઘડિયાળમાં રમી શકાશે. પોકેમોન ગો એપમાં જો તમને કોઈ પોકશોપ તમારી આસપાસ જોવા મળશે તો એલવોચ નોટિફિકેશન આપશે .
એપલ વોચ સીરીઝ 2: એપલ વોચ વિશ્વની ટોપ સેલિંગ સ્માર્ટવોચમાં બીજા નંબર પર છે. હવે નવી એપલ વોચ સ્વિમપ્રૂફ હશે. તેને પહેરીને સ્વિમિંગ કરી શકાશે. એપલે વોચ માટે નાઈકી સાથે કરાર કર્યા છે. જે રનર્સ માટે એક ગિફ્ટ હશે. તેનું નામ એપલ વોચ Nike+ રાખવામાં આવ્યું છે. આ વોચમાં બિલ્ટ ઇન જીપીએસ આપવામાં આવ્યું છે. વોચ સીરીઝ 2ની કિંમત 369 ડોલર છે.
એરપોડઃ આઈફોન 7 અને આઈફોન 7 પ્લસમાં 3.5 એમએમ ઓડિયો જેક નથી. એપલે એરપોડના નામથી વાયરલેસ ઈયરફોન લોન્ચ કર્યા છે. આ એક વખત ચાર્જ થયા બાદ 24 કલાક સુધી ઉપયોગમાં લઈ શકાશે. તેને લાઈટનિંગ કનેક્ટર દ્વારા ઉપયોગ કરી શકાશે. આ નવા એરપોડને આઈફોન અને એપલવોચની વચ્ચે સ્વિચ કરી શકાય છે. તેની કિંમત 159 ડોલર છે અને તે ઓક્ટોબરમાં બજારમાં ઉપલબ્ધ હશે.
આઈફોન 7 પ્લસ: આ ફોનમાં બે રિયર કેમેરા આપવામાં આપ્યા છે. બન્ને કેમેરા 12 મેગાપિક્સલના છે. એક વાઈડ એન્ગલ મોડ્યુલ અને બીજો ટેલીફોટો છે. પરંતુ બન્ને આઈફોન્સના ફ્રન્ટ કેમેરા 7 મેગાપિક્સલના છે. આઈફોન 7 પ્લસની સ્ક્રીન 5.5 ઈંચની છે. આઈફોન 7 અને આઈફોન 7 પ્લસ બન્ને ફોન બ્લેક કલરમાં પણ ઉપલબ્ધ હશે.
આઈફોન 7: અમેરિકાના સૈન ફ્રાન્સિસ્કોમાં ગઈકાલે એપલના સીઈઓએ આઈફોન 7 અને આઈફોન 7 પ્લસ મોબાઈલ ફોન લોન્ચ કર્યો. આઈફોન 7માં 7 મેગાપિક્સલનો ફ્રન્ટ ફેસિંગ HD કેમેરા અને 12 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનની સ્ક્રીન 4.7 ઈંચ છે.
સૈન ફ્રાન્સિસ્કોઃ અમેરિકાના સૈન ફ્રાન્સિસ્કોમાં ગઈકાલે એપલેના સીઈઓએ આઈફોન 7 અને આઈફોન 7 પ્લસ લોન્ચ કર્યો. આ સાથે કંપનીએ ઘણી અન્ય શાનદાર પ્રોક્ટ્સ પણ લોન્ચ કરી છે. કંપનીએ એપલ એરપોડ, એપલ વોચ 2ની સાથે સાથે 90ના દાયકાની જાણીતી ગેમ મારિયો રનને નવા અવતારમાં રજૂ કરી છે. આ ગેમ આઈફોન યૂઝર્સ એપલ એપ સ્ટોરથી ડાઉનલોડ કરી શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -