સેમસંગ Galaxy Note 8 થયો લોન્ચ, જાણો કેવા છે ફીચર્સ
સેમસંગના આ ડિવાઈસમાં 3300 mAh બેટરી આપવામાં આવી છે. આ વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ ટેકનીકને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં Bluetooth v5.0, USB Type-C, GPS અને Wi-Fi આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, સેમસંગ ગેલેક્સી નોટ 8 એ જૂજ હેન્ડસેટ્સ પૈકીનો છે જે બ્લૂટૂથ 5.0 સપોર્ટથી સજ્જ છે.
આ ફોનમાં ડ્યુઅલ કેમેરા છે, જે 12 મેગાપિક્સલના બે સેન્સર્સથી સજ્જ છે. પહેલો કેમેરા વાઈડ એંગલ્ડ લેન્સ સાથે આવે છે, જ્યારે સેકેન્ડરી કેમેરા ટેલિફોટો ઝૂમ લેન્સ સાથે આવે છે. ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. બંને રિયર કેમેર ઑપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝર સાથે આવે છે.
સેમસંગ ગેલેક્સી નોટ 8માં કંપનીએ 6.3 ઈંચની એચડી પ્લસ (2960×1440 પિક્સલ) સુપર એમોલેડ ડિસપ્લે આપવામાં આવી છે. ફોનની સ્ક્રીનની ડેન્સિટી 521 પિક્સલ પર ઈંચ છે. એન્ડ્રોયડ 7.1.1 નૂગા વર્ઝન પર ઑપરેટ થનારો સેમસંગ નોટ 8 ઑક્ટા કોર ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર સાથે આવે છે. ફોનમાં 6 જીબી રેમ આપવામાં આવી છે. Samsung Galaxy Note 8માં 64GB/128GB અને 256GB ઈનબિલ્ટ મેમરીના ઑપ્શન્સ હશે.
સેમસંગના આ હેન્ડસેટની સાથે અમેરિકન ક્ન્ઝૂમર્સને ઓફર્સ પણ આપવામાં આવી છે. 24 ઑગષ્ટથી 24 સપ્ટેમ્બર સુધી આ ફોન ખરીદનારા લોકોને ફ્રી સેમસંગ ગિયર 360 કેમેરા અથવા ફ્રી ગેલેક્સી ફાઉન્ડેશન કિટ આપવામાં આવશે. આની સાથે જ તેમને સેમસંગ 128 GB EVO મેમરી કાર્ડ અને ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગ કનવર્ટેબલ આપવામાં આવશે.
નવી દિલ્હીઃ દક્ષિણ કોરિયાની ઇલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગે 2017નો બીજી ફ્લેગશિપ સ્માર્ટપોન ગેલેક્સી નોટ 8 લોન્ચ કર્યો છે. Samsung Galaxy Note 8 કંપનીનો નોટ સીરીઝનો પ્રથમ ડ્યુઅલ રિયર કેમેરા હેન્ડસેટ ઠે. ઉપરાંત આ ફોનમાં 6.3 ઇંચની ઇનફિનિટી ડિસ્પ્લે આપવામાં આવી છે. સેમસંગ ગેલેક્નસી નોટ 8 સ્માર્ટફોન મિડનાઈન બ્લેક, મેપલ ગોલ્ડ, ઓર્ચિડ ગ્રે અને ડીપ સી બ્લૂ રંગમાં ઉપલબ્દ હશે. કેટલાક માર્કટેમાં તેનું પ્રી ઓર્ડર બુકિંગ ગુરૂવારથી શરૂ થઈ જશે. કંપની આ સ્માર્ટફોનને 15 સપ્ટેમ્બરે ઉપલબ્ધ કરાવશે. હાલમાં ગેલેક્સી નોટ 8 ભારતમાં ક્યારે લોન્ચ કરવામાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.