હવે મોબાઈલ રિચાર્જ કરવાની સુવિધા પણ આપશે Facebook, આ છે પ્રોસેસ
જો આ વિકલ્પ તમને જનરલ સ્ક્રીન પર ન જોવા મળે તો See More optionમાં જઈને જોઈ શકો છો. મોબાઈલ રિચાર્જ વિકલ્પ પર પહોંચ્યા બાદ વેલકમ સ્ક્રીન જોવા મળશે. ત્યાર બાદ તમને ક્રેડિટ-ડેબિટ કાર્ડની ડિટેલ્સ જોવા મળશે. રિચાર્જ નાઉ બટન ટેપ કરો.
તમને મોબાઈલ નંબરની વિગતો પૂછવામાં આવશે. અને પછી કંપનીનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. હવે તમારે રિચાર્જ અમાઉન્ટ એડ કરો અને તમારી મનગમતી સ્કીમનું પેક પસંદ કરો. ત્યાર બાદ પ્લેસ ઓર્ડર કરીને તમે તમારા મોબાઈલ પર રિચાર્જ થઈ જશે.
ફેસબુક પોતાના યૂઝર્સને એવી સુવિધા આપવા જઈ રહ્યું છે કે યૂઝર્સ ફેસબુકનો ઉપયોગ કરે ત્યારે જો રિચાર્જ કરાવવું હોય તો એપ બંધ કર્યા વગર જ રિચાર્જ કરાવી શકે છે. તેના માટે ફેસબુક, એપમાં પણ તમામ યૂઝર્સ માટે રિચાર્જનો વિકલ્પ એડ કરવા જઈ રહ્યું છે. જોકે હાલમાં આ ફીચરને ફેસબુકના એન્ડ્રોઈડ વર્ઝન 167.0.0.42.94માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આગળ વાંચો તમે કેવી રીતે આ ફીચરનો ઉપયોગ કરી શકશો....
નવી દિલ્હીઃ ફેસબુક લોકોનું મનપસંદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. તે સતત ખુદને અપડેટ કરતું રહે છે. હવે ફેસબુક પોતાની એપમાં એક વધુ ફીચર જોડવા જ ઈરહ્યં છે. જોકે કેટલાક યૂઝર્સને આ સુવિધા ફેસબુકે ઉપલબ્ધ પણ કરાવી દીધી છે. આ સર્વિસમાં તમે ફેસબુક એપથી જ મોબાઇલ રિચાર્જ કરાવી શકો છો.
આ ફીચરના ઉપયોગ કરવા માટે નોટિફિકેશન્સ આઈકન પાસે હેમબર્ગર આઈકન પર ટેપ કરો. જેમાંથી તમારે મોબાઈલ રિચાર્જ વિકલ્પની પસંદગી કરો. કેટલાક વર્ઝન્સમાં આ વિકલ્પ મોબાઈલ ટોપ-અપના નામથી જોવા મળશે.