એપલ ફેબ્રુઆરીમાં લોન્ચ કરશે HomePod સ્પીકર, જાણો ફીચર્સ
એપલ તેની નાવિન્યસભર પ્રોડક્ટ સમયાંતરે લોન્ચ કરવા વિશ્વભરમાં જાણીતી છે.
વોશિંગ્ટનઃ લોન્ચમાં પહેલાથી થઈ રહેલા વિલંબ બાદ આખરે એપલે સ્માર્ટ હાઇ-ફાઇ સ્પીકર હોમપોડને માર્કેટમાં રજૂ કરવાની તારીખ જાહેર કરી દીધી છે. એપલ તેની નવી પ્રોડક્ટ 9 ફેબ્રુઆરીએ લોન્ચ કરશે. એપલનુ હોમપોડ ગૂગલ અને એમેઝોનના સ્માર્ટ સ્પીકર ઇકોનો ટક્કર આપશે.
નવેમ્બરમાં કંપનીએ જાહેરાત કરી હતી કે હોમપેડને માર્કેટમાં લોન્ચ કરવામાં હજુ થોડો સમય લાગી શકે છે.
ગત વર્ષે એપલે જૂન મહિનામાં હોમપેડ લોન્ચ કરવાની જાહેરાત કરીને કહ્યું હતું કે, વર્ષની સમાપ્તિ પહેલા તેને માર્કેટમાં લોન્ચ કરી દેવામાં આવશે. તે વખતે આ ડિવાઇસની કિંમત 349 ડોલર રાખવામાં આવી હતી.
આ ડિવાઇસની મદદથી યૂઝરના ઘરના તાપમાનને નિયંત્રિત કરી શકશે. ઉપરાંત ન્યૂઝ અપડેટ, રેડિયો અને એપલ મ્યૂઝિકથી સોંગ પ્લે કરવા જેવા કામ મૌખિક નિર્દેશ પર કરશે. આ ઉપરાંત તેમાં અન્ય ફીચર્સ આપવામાં આવશે.
આ સ્પીકર આઈઓએસના વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ સિરી સાથે કામ કરશે. જેની સીધી સ્પર્ધા ગૂગલ અને એમેઝોનના હોમ સ્પીકર સાથે થશે. કંપનીએ 26 જાન્યુઆરીથી અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં હોમપોડનું પ્રી બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે.