ભારતમાં WhatsApp Business લૉન્ચ, જાણો શું છે નવું આ એપમાં
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ પૉપ્યૂલર સોશ્યલ મેસેજિંગ એપ વૉટ્સએપની નવી એપ વૉટ્સએપ ફોર બિઝનેસ આજે ભારતમાં લૉન્ચ થઇ ગઇ છે. આ એપ દ્વારા નાના બિઝનેસ ગ્રાહકો પાસે સીધા જોડાઇ શકશે. આ એપને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ યૂઝર્સ માટે લાવવામાં આવી છે.
આ એપ બિઝનેસ કરનારા લોકોને નવી પ્રૉફાઇલ બનાવવા અને માહિતી આપવાની સાથે ડેટા સ્ટૉર કરવા માટે પણ મદદ કરશે. વૉટ્સએપની આ બિઝનેસ એપને વૉટ્સએપ વેબ પર પણ ચલાવી શકાશે.
આ એક એપ છે જેમાં નાના ઉદ્યોગસાહસિકો કે કંપનીઓ પોતાન ગ્રાહકો સાથે જોડાવવા માટે યૂઝ કરી શકશે. જેનો અર્થ છે કે જો તમે ઓનલાઇન ફૂડ, ફેશન, ગ્રૉસરીનો બિઝનેસ કરો છો તો આ એપની મદદથી તમે પોતાના ગ્રાહકો સાથે જોડાઇ શકશો.
વૉટ્સએપ ફોર બિઝનેસ કેમ્પેનને કંપનીએ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં શરૂ કરી દીધું હતું. શરૂઆતના દિવસોમાં વૉટ્સએપે આ ફિચરને બુકમાયશૉ અને મેકમાયટ્રિપ જેવી કંપનીઓની સાથે ટેસ્ટ કર્યું હતું. જોકે અત્યારે કંપનીએ આને માત્ર એન્ડ્રોઇડ માટે જ લૉન્ચ કર્યું છે અને ટુંકસમયમાં આઇઓએસ માટે પણ લાવવામાં આવશે.
વૉટ્સએપ ફોર બિઝનેસ જેમ કે નામ પરથી સ્પષ્ટ થાય છે કે આ એવા લોકો માટે છે જે કોઇપણ પ્રકારનો બિઝનેસ કરી રહ્યાં છે. આમાં બિઝનેસ કરનારી કંપનીઓ ગ્રાહકો સાથે જોડાશે, એટલે કે જો તમારે મિત્ર કે સંબંધીઓ સાથે ચેટ કરવી હોય તો આ એપ કોઇ કામની નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -