એપલે લાલ રંગમાં લોન્ચ કર્યા phone 8 અને iphone 8 Plusના નવા મોડલ
એપલે કહ્યું છે કે, બન્ને સ્પેશિયલ એડિશન મોડલ્સ 10 એપ્રિલથી ઓર્ડર માટે ઉપલબ્ધ હશે. સાથે જ ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, હોંગકોંગ, જાપાન, ન્યૂઝીલેન્ડ, સિંગાપુર, દક્ષિણ કોરિયા, બ્રિટેન અને અમેરિકામાં આ મોડલ્સની ડિલીવરી 13 એપ્રિલથી શરૂ થશે. સાથે જ આ ફોન આ દેશમાં 13 એપ્રિલથી સ્ટોર્સમાં પણ મળશે. જ્યારે ચિલી, કોલંબિયા, ભારત, ઈઝરાયલ અને દેશમાં આ ફોન મેમાં ઉપલબ્ધ થશે.
રેડ વેરિયન્ટ લોન્ચ કરવાનો ઉદ્દેશ REDને સપોર્ટ કરવાનો છે. RED એક ઓર્ગેનાઈઝેશન છે, જે આફ્રીકમાં HIV/AIDSને લઈને જાગરૂકતા ફેલાવી રહી છે અને તેનાથી પીડિત વ્યક્તિઓની સારવાર માટે ફંડ એકઠું કરીરહી છે. નવા મોડલની કિંમત હાલના મોડલ્સ જેટલી જ હશે.
આ ફોન 13 એપ્રિલ એટલે કે શુક્રવારથી સ્ટોરમાં મળવા લાગશે. જ્યારે ભારતમાં આ નવા મોડલ્સ મેમાં ઉપલબ્ધ થશે. વિતેલા વર્ષે એપલે 128 જીબી અને 256 જીબી સ્ટોરેજ ઓપ્શન્સની સાથે આઈફોન 7 અને 7 પ્લસને રેડ એડિશનમાં લોન્ચ કર્યા હતા.
નવી દિલ્હીઃ એપલ ખાસકરીને આઈફોન 8 અને 8 પ્લાસનું રેડ એડિશન લોન્ચ કર્યા છે. આઈફોનના આ મોડલ્સને મેટ રેડ એલ્યુમીનિયમ ફિનિશ છે. આ ફોનમાં 64 જીબી અને 256 જીબી સ્ટોરેજ આપવામાં આવશે. બન્ને રેડ એડિશન્સ ફોન મંગળવારથી અમેરિકામાં અનેક માર્કેટ્સમાં પ્રી-ઓર્ડર્સ માટે ઉપલબ્ધ હશે.