iPhoneની સ્પીડ 50% ઘટી? આ છે નવું કારણ...
હવે એક વાર ફરી કેટલાક યુઝર્સના આઈફોન સ્લૉ થઈ ગયા છે. બીટા ન્યૂઝના એક અહેવાલ મુજબ, એપલના Spectre patchને કારણે આઈફોન સ્લો થઈ રહ્યા છે. આ પેચ આઈફોનના મેલ્ટડાઉન અને Spectre bugને કારણે આવી રહેલી મુશ્કેલીઓથી બચાવવા માટે લાવવામાં આવ્યું છે. આ બગ વિશે અગાઉ પણ કહેવામાં આવ્યું હતું કે, તે ડિવાઇસીસને સ્લો કરી દેશે.
રિપોર્ટ્સ મુજબ, આ પેચ પહેલાં અને બાદમાં જ્યારે ફોનની સ્પીડ માપવામાં આવી તો તેનું પર્ફોર્મન્સ 50 ટકા સ્લો થઈ ગયું. વધુ એક વેબસાઇટના રિપોર્ટ મુજબ, ઘણી અન્ય રીતે પણ માપવામાં આવતા ફોનની સ્પીડ ઓછી જણાઈ હતી. જોકે હજી આ મામલે એપલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
નવી દિલ્હીઃ થોડા સમયથી એપલ પર કથિત રીતે એ આરોપ લાગતા રહ્યા છે કે આઈફોનના અલગ અલગ મોડલમાં આઈઓએસમાં અપડેટ બાદ સ્લો થવાની સમસ્યા રહે છે. તેના પર એપલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, તેના માટે આઈફોનની બેટરી જવાબદાર હતી. ત્યાર બાદ કંપનીએ બેટરી રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો અને વોરન્ટીથી બહાર થઈ ગયેલ ફોન માટે પણ બેટરીની કિંમત ઘટાડી દીધી હતી.