એન્ડ્રોઇડ સ્માર્ટફોન વાપરનારાઓને હવે ગૂગલ આપશે આ ખાસ ફેસિલિટી, જાણો શું છે તે
નોંધનીય છે કે, હવે સ્માર્ટફોન કંપનીઓ પોતાના સ્માર્ટફોનમાં ઓગમેન્ટેડ રિયલિટીનો સપોર્ટ આપી રહી છે. એપલે iPhone 8, 8 Plus અને iPhone Xની સાથે ARkit પણ ડેવલપર્સને આપવામાં આવી છે.
અત્યારે આ એપને લિમિટેડ 3D સ્ટીકર્સ આપવામાં આવ્યા છે, જેમાં રોબૉટ, ડાયનાસોર અને ચિકન જેવા 3D વર્ચ્યૂઅલ ઓબ્જેક્ટ આપવામાં આવ્યા છે. જો તમારે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં 5.1થી ઉપરનું અપડેટ છે તો તમે આને યૂઝ કરી શકો છો.
આ એપની ખાસિયત એ છે કે આના દ્વારા તમે AR Stickerની કરવામાં આવેલા ફોટોઝની gif બનાવી શકો છો અને કોઇને સેન્ડ કરી શકો છો.
ગૂગલે કહ્યું કે કંપની હવે બીજા એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સમાં એક એપ દ્વારા ઓગમેન્ટેડ રિયલિટી સ્ટીકર્સ આપશે. આનું નામ Motion Still છે અને હવે આ એપમાં AR સ્ટીકર્સનો સપોર્ટ આપવામાં આવશે.
ધીમેધીમે એપ સ્ટૉ પરથી લઇને ગૂગલ પ્લે સ્ટૉરમાં ઓગમેન્ટેડ રિયલિટી એપ્સની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આમાં અનેક પ્રકારની એપ્સ હોય છે, જેમ કે કોઇના માધ્યમથી તમે મેજરમેન્ટ કરી શકો છો તો કોઇ ગેમિંગ એપ્સ છે જેમાં રિયલ સર્ફેસ પર વર્ચ્યૂઅલ ઓબ્જેક્ટ મુકીને ગેમ રમી શકો છો.
ગૂગલ પ્લે સ્ટૉર પરથી Motion Still એપ ફ્રી ડાઉનલૉડ કરી શકો છો. આને યૂઝ કરવી આસાન છે. એપ પર ક્લિક કરતાં જ કેમેરા ઓન થઇ જશે અને અહીં તમને સ્ટીકર્સ દેખાશે. આમાં કોઇપણ AR Sticker ને સિલેક્ટ કરીને રિયલ સર્ફેસ પર મુકી શકો છો.
ખરેખર, આ ફિચરની મદદથી રિયલ સર્ફેસ પર વર્ચ્યૂઅલ ઓબજેક્ટ પ્લેસ કરીને તસવીરો અને વીડિયો રેકોર્ડ કરી શકાય છે. પહેલા ગૂગલનું AR Sticker માત્ર Pixel સ્માર્ટફોન યૂઝર્સ માટે હતું, પણ હવે તમને પણ આ ફિચર મળી શકે છે.
નવી દિલ્હીઃ ગૂગલ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે એક ખાસ ગિફ્ટ લઇને આવી રહ્યું છે, તે છે AR સ્ટીકર. ગૂગલે જ્યારે Pixel 2 લૉન્ચ કર્યુ ત્યારે કંપનીએ આ સ્માર્ટફોનના કેમેરામાં એક ખાસ ફિચર AR Sticker આપ્યું હતું.