આસુસ 7 ફેબ્રુઆરીએ લોન્ચ કરશે આ પાવરફુલ સ્માર્ટફોન, જાણો કિંમત અને સ્પેસિફિકેશન
એન્ડ્રોઇડના લેટેસ્ટ વર્ઝન નોગટ પર ચાલતા આ સ્માર્ટફોનને કંપનીએ એલ્યુમિનિયમ મેટલ બોડીની સાથે રજૂ કરશે. આ ફોનમાં ફિન્ગરપ્રિન્ટ સેન્સર છે જે હોમ બટનની સાથે આપવામાં આવશે. આસુસનો દાવો છે કે, આ સ્માર્ટફોન માત્ર 0.5 સેકન્ડમાં અનલોક હોઈ શકે છે.
જેનફોન 3એસ મેક્સ સ્માર્ટફોનમાં 5.2 ઇંચની એચડી સ્ક્રીન આપવામાં આવી છે. તેનું સ્ક્રીન રિઝોલ્યૂશન 720X1280 પિક્સલનું હશે. હેન્ડસેટમાં 1.5 ગીગાહરટ્ઝ ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ પણ મળશે. હેન્ડસેટમાં યૂઝર 2 ટીબી સુધીનો માઈક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરી શકાશે. કેમેરાની વાત કરીએ તો 3એસ મેક્સમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા છે. ઉપરાંત ફોનમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ આપવામાં આવ્યો છે.
આસુસ જેનફોન 3 મેક્સની જેમ જ નવો જેનફોન 3એસ મેક્સમાં 5000 એમએએચની બેટરી હશે જે સ્માર્ટફોનની સૌથી મહત્ત્વપૂર્ણ ખાસિયત છે. જેનફોન 3એસ મેક્સ લેટેસ્ટ એન્ડ્રોઈડ 7.0 પર ચાલશે. આ બ્લેક અને ગોલ્ડ કલરમાં આવશે. પરંતુ કહેવાય છે કે, કંપની આ ફોનને ખૂબ જ પ્રતિસ્પર્ધી કિંમતની સાથે લોન્ચ કરી શકે છે.
તાઇવાનની હેન્ડસેટ નિર્માતા કંપની આસુસ 7 ફેબ્રુઆરીના રોજ ભારતમાં પોતાના નવો સ્માર્ટફોન જેનફોન 3એસ મેક્સ લોન્ચ કરશે. કંપનીએ હેન્ડસેટની કિંમત અને ઉપલબ્ધતા અંગે કોઈ જાણકારી આપી નથી. નવો આસુસ જેનફોન 3એસ મેક્સ ઓનલાઈનન ી સાથે ઓફલાઈન સ્ટોરમાં પણ મળશે.
નવી દિલ્હીઃ મોબાઈલ ફોન બનાવતી તાઇવાનની ટેક્નોલોજી કંપની આસુસ 7 ફેબ્રુઆરીના રોજ ભારતમાં નવો ફોન લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીનો આ ફોન જેનફોન 3એસ મેક્સ નામથી બજારમાં આવશે. હાલમાં કંપનીએ આ ફોનની કિંમતનો ખુલાસો કર્યો નથી.