New Feature: વોટ્સએપ શરૂ કરશે નવું ફીચર, હવે મિત્રોનું લોકેશન એપ પણ જાણી શકશો!
ન્યૂયોર્ક: સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપ એક એવું ફીચર પર કામ કરી રહ્યું છે, જેનાથી તેના યૂઝર પોતાના મિત્રોનું લોકેશન જાણી શકશે અને આ સુવિધા રિયલ ટાઈમ હશે. @WABetaInfo જે વોટ્સએપ વિશે માહિતી લીક કરવા માટે જાણીતી છે. તેના ટ્વિટર એકાઉંટ પ્રમાણે આ ફીચર એંડ્રોઈંડનું બીટા વર્ઝન 2.17.3.28 અને iOSના 2.16.399 પ્લસ પર ઉપલબ્ધ છે. પરંતુ આ ડિફૉલ્ટ રૂપથી સક્રિય નથી. જેનો મતલબ છે કે તેના માટે તમારે મેનુઅલી આ સેટિંગને એક્ટિવેટ કરવું પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગત વર્ષના ડિસેમ્બરમાં વૉટ્સએપે મોકલેલા મેસેજમાં એડિટ કરવાની સુવિધા જોડી હતી. આ ફીચર હાલ વોટ્સએપના આઈઓએસ 2.17.1.869 પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
આ ફીચરમાં બતાવવામાં આવ્યું છે કે આ જાણકારીને ડિએક્ટિવેટ કરવા માટે પણ એક સુવિધા છે. જેથી તમારો મિત્ર તમારા વિશે જાણી ન શકે.
@WABetaInfoના ટ્વિટર પર શેયર કરવામાં આવેલા સ્ક્રિન શૉટના મતે, “લોકેશનની જાણકારી એક મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ અને અનિશ્ચિત સમય માટે સેટ કરી શકાય છે. આ ફીચર ત્યારે વધુ કામ આવશે, જ્યારે કોઈ એક જગ્યા પર દોસ્ત સાથે મુલાકાત કરવા માંગો છો ત્યારે તમને ખબર પડશે કે કોણ કેટલા અંતરે પહોંચ્યો છે.”
- - - - - - - - - Advertisement - - - - - - - - -