ASUSએ માત્ર 6,999 રૂપિયામાં લોન્ચ કર્યો નવો 4G સ્માર્ટફોન જેનફોન go 4.5
એન્ડ્રોઇડ ૬.૦ માર્શમેલો આધારિત આ ફોનમાં ૮ મેગા પિકસલનો રિયર કેમેરો છે જેમાં લો લાઈટ એચડીઆર ઈનહર્સ્ડ બ્યુટીફીકેશન મોડ અપાયા છે સેલ્ફી માટે ૨ મેગા પિકસલનો કેમેરો છે ૨૦૧૭ એમએએચની બેટરી છે કનેકિટવિટી માટે ૪જી એલટીઇ વાઇફાઇ બ્લુટ્રુથ માઈક્રો યુએસબી જીપીએસ જેવા ફીચર્સ છે.
ફોનમાં ૧ ગીગા હર્ટઝ કવાડકોર કવાલકોમ સ્નેપડ્રેગન ૪૧૦ પ્રોસેસર સાથે ૧જીબી રેમ છે ૮મેગા ઇનબિલ્ટ સ્ટોરેજ છે જેને માઈક્રોએસડી કાર્ડની મદદથી ૧૨૮ જીબી સુધી વધારી શકાય છે.
હાલમાં ઓનલાઇન મળતા આ સ્માર્ટફોનમાં કંપની ૨ વર્ષ માટે ૧૦૦ જીબી ગૂગલ ડ્રાયવ સ્ટોરેજ ફ્રી આપશે. સિલ્વર બ્લૂ, ગોલ્ડ અને સિલ્વર કલરના આ સ્માર્ટફોનમાં ૪.૫ ઇંચની (૮૫૪* ૪૮૦ પિકસલ ) ડિસ્પ્લે છે.
નવી દિલ્હીઃ તાઈવાનની ટેક કંપની આસુસે પોતાનો નવો 4જી સ્માર્ટપોન જેનફોન go 4.5 LTEને ભારતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની કિંમત 6,999 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોનનું વેચાણ 27 જાન્યુઆરીથી શરૂ થશે.