251 રૂપિયામાં સ્માર્ટફોન ખરીદવા કરી છે અરજી? તો તમારા માટે છે અગત્યના સમાચાર
ભારે દબાવના લીધે કંપનીએ એડવાન્સમાં લીધેલી રકમ પાછી આપવી પડી હતી. કંપનીએ દાવો કર્યો હતો કે તે હવે તાઈવાનથી ઑનલાઈન પ્લેટફૉર્મ મારફતે 70,000 ફોન મંગાવીને વેચી નાખ્યા છે.
ફ્રીડમ 251ની જાહેરાત પછી દેશભરમાં લગભગ 7 કરોડ લોકોએ આ ફોન માટે બુકિંગ કરાવ્યું હતું અને 30,000 લોકોએ તેના માટે એડવાન્સમાં પેમેંટ પણ કરી દીધું હતું. ફોન તૈયાર કરવા માટે કોઈ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીના આ પ્રકારની જાહેરાતને લઈને કંપનીની નિંદા પણ થઈ હતી.
જો કે મોહિતના ભાઈ અનમોલ રિંગિંગ બેલ્સના નવા ઈંચાર્જની જવાબદારી સંભાળી રહ્યા છે. કંપનીએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું કે મોહિતના સ્થાને કંપનીની તમામ જવાબદારી હવે અનમોલ સંભાળશે. મોહિત અને ધારણાએ કંપની છોડવાનું કોઈ મોટું કારણ બતાવ્યું નથી. મોહિત સાથે કોઈ વાત થઈ નથી, જ્યારે કંપનીએ નોયડા સેક્ટર-62 સ્થિત ઑફિસમાં છેલ્લા બે અઠવાડિયાથી તાળું માર્યું છે.
નવી દિલ્લી: થોડા મહિના પહેલા 251 રૂપિયામાં સ્માર્ટફોન વેચવાની જાહેરાત કરનાર નોયડાની એક કંપનીએ ભારત સહિત દુનિયા ભરમાં આશ્ચર્ય સર્જયું હતું. રિંગિંગ બેલ્સ કંપની તરફથી આ જાહેરાત કરનાર મોહિત ગોયલે હવે ચૂપચાપ રીતે કંપનીને અલવિદા કહી દીધી છે.
મોહિત ગોયલ આ કંપનીના સંસ્થાપક છે. રિંગિંગ બેલ્સના મેનેજર ડાયરેક્ટર રહેલા મોહિતે હવે એમડીએમ ઈલેક્ટ્રૉનિક્સના નામથી નવી કંપનીની શરૂઆત કરી છે. નિદેશકની જવાબદારી સંભાળી રહેલી તેમની પત્ની ધારણાએ પણ કંપની છોડી દીધી છે.