BHIM એપને થયું એક વર્ષ, સરકારે યૂઝર્સ માટે કરી કેશબેકની મોટી જાહેરાત, જાણો વિગત
ખાનગી ક્ષેત્રની એપ ગ્રાહકોને વિવિધ કેશબેક ઓફરો આપી રહી છે ત્યારે તેની સામે ટકી રહેલા ભીમ એપ પર આ ઓફર આપવામાં આવી હોવાનું નિષ્ણાતોનું માનવું છે.
ગ્રાહકોને કેશબેક અને પ્રોત્સાહન ઉપલબ્ધ કરાવવા પાછળનું એક મોટું કારણ ભીમ એપની ડિજિટલ ચૂકવણીમાં સતત ઘટી રહી છે. ભીમ-યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં 5 ટકા સુધીનો ઘટાડો થયો છે.
14 એપ્રિલના રોજ ભીમ એપનું એક વર્ષ પૂરું થવા પર સરકારે 1,000 રૂપિયા સુધીના કેશબેકની ઓફર રજૂ કરી છે. mygovindiaના ટ્વિટ મુજબ ભીમ એપના પ્રથમ ટ્રાન્ઝેક્શન પર 51 રૂપિયા કેશબેક મળશે. ટ્રાન્ઝેક્શન પર દર મહિને 750 રૂપિયા સુધીનું કેશબેક અને વેપારીઓ માટે દર મહિને 1,000 રૂપિયા સુધીનું કેશબેક મળશે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આંબેડકર જયંતીના અવસર પર ભીમ એપને પ્રોત્સાહન આપવાની કેશબેક ઓફર રજૂ કરી છે. ઇલેક્ટ્રોનિક એન્ડ સૂચના પ્રસારણ મંત્રાલયની દેખરેખમાં આ એપનો લોકો વધુ ઉપયોગ કરે તે માટે 900 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.