8GB રેમ સાથે Xiaomiનો પ્રથમ ગેમિંગ સ્માર્ટફોન લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત
શાઓમીના આ ગેમિંગ સ્માર્ટફોનમાં ક્વિક ચાર્જ 3.0 સપોર્ટની સાથે 4000mAhની બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવીટી માટે તેમાં 4G LTE, Bluetooth 4.0, GPS, AGPS અને Glonass સપોર્ટ આપવામાં આવ્યા છે. આ ફોનનું વજન 190 ગ્રામ છે.
Xiaomi Black Sharkમાં 18:9 રેશિયોની સાથે 5.99-ઇંચ ફુલ-HD+ (1080x2160 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. તેમાં 630 GPUની સાથે ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં રિયરમાં 20 મેગાપિક્સલ અને 12 મેગાપિક્સલ એમ બે કેમેરા આપવામાં આવ્યા છે. બન્નેના અપર્ચર f/1.75 છે અને સાથે જ એલઈડી ફ્લેશ પણ છે. જ્યારે તેના ફ્રન્ટમાં f/2.2 વાળો 20 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે.
કિંમતની વાત કરીએ તો 2999 યુઆઈન (અંદાજે 31,100 રૂપિયા) 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ માટે છે જ્યારે 8 જીબી રેમ સાથે 128 જીબી સ્ટોરેજ માટે કિંમત 3499 યુઆઈન (અંદાજે 36300 રૂપિયા) રાખવામાં આવી છે. સાથે જ ગ્રાહકોને આ સ્માર્ટફોન પોલર નાઇટ અને સ્કાઈ ગ્રે કલરમાં મળશે.
લોન્ચ દરમિયાન શાઓમીએ બ્લેક શાર્ક ગેમિંગ સ્માર્ટફોન માટે એક કન્ટ્રોલ ડોકની પણ જાહેરાત કરી છે. આ કન્ટ્રોલરમાં એક જોયસ્ટિક અને ટ્રિગર બટન પણ આપવામાં આવ્યું છે અને તેને હેન્ડસેટ સાથે કનેક્ટ કરી શકાય છે. આ કન્ટ્રોલરની કિંમત 179 યુઆન (અંદાજે 1900 રૂપિયા) છે. તેમાં એક્સ ટાઈમ એન્ટીના આપવામાં આવ્યું છે. જે સારી કનેક્ટિવીટી સુનિશ્ચિત કરે છે. બેન્ચમાર્ક જાણવા માટે ઉત્સુક ગ્રાહકોને જણાવીએ કે શાઓમી અનુસાર બ્લેક શાર્કને AnTuTu પર સ્કોર 2,79,464 છે.
નવી દિલ્હીઃ Xiaomiએ પોતાનો પ્રથમ ગેમિંગ સ્મારટ્ફોન બ્લેક શાર્ક ચીનમાં લોન્ચ કર્યો છે. આ નવા સ્માર્ટફોનને ગેમિંગ માટે ખાસ બનાવવામાં આવ્યો છે, જેમાં લિક્વિડ કૂલિંગ સિસ્ટમ પણ સામેલ છે, જે સ્માર્ટફોનને ઓવરહીટિંગથી બચાવશે. આ સ્માર્ટફોનની કિંમત 2999 યુઆઈન (અંદાજે 31,100 રૂપિયા) રાખવામાં આવી છે. ચીનના બજારમાં આ ફોનનું 20 એપ્રિલથી વેચાણ શરૂ થશે. વૈશ્વિક બજારમાં આ ફોનની ઉપલબ્ધતાને લઈને હાલમાં કોઈ જાણકારી સામે આવી નથી.