WhatsAppમાં આવ્યો બગ, કૉન્ટેક્ટને BLOCK કર્યા બાદ પણ આવી રહ્યાં છે મેસેજ, આ રીતે કરો રિપેર
કંપની તરફથી આ ખરાબી અંગે હાલ કોઈ નિવેદન સામે નથી આવ્યું. યૂઝર ઇચ્છે તો બ્લોક ફીચરને થોડા સમય માટે ઠીક ચોક્કસ કરી શકે છે. યૂઝરે તેને બ્લોક કોન્ટેક્ટને પહેલા અનબ્લોક કરવા પડશે અને તે બાદ ફરીથી બ્લોક કરવું પડશે. આ પછી બ્લોક થયેલા કોન્ટેક્ટ મેસેજ નહીં મોકલી શકે.
આ ફીચરમાં પાંચ નવા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ડિસ્ક્રિપ્શન, એડમિન કન્ટ્રોલ, ગ્રુપ કેચ અપ, પાર્ટિસિપેન્ટ સર્ચ અને એડમિન પરમિશન જેવા ફીચર્સ સામેલ છે.
ગત સપ્તાહે વ્હોટ્સએપે નવું ફીચર લોન્ચ કર્યું છે. જેમાં વ્હોટ્સએપ ગ્રુપ માટે વીડિયો કોલ ફીચરની સુવિધા આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ વ્હોટ્સએપ યૂઝર્સ એક નવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બગના કારણે જો તમે કોઈ વ્યક્તિને બ્લોક કર્યા હોય તો પણ તમે તે વ્યક્તિને અથવા તે વ્યક્તિ તમને મેસેજ મોકલી શકે છે. એટલેકે વ્હોટ્સએપનું બ્લોકિંગ ફીચર કામ નથી કરી રહ્યું.